Ganga Swarupa Punah lagna Arthik Sahay Yojana | ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના | મળશે 50,000 રૂપિયાની સહાય

 Ganga Swarupa Punah lagna Arthik Sahay Yojana : ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા અને બાળવિકાસની યોજના : મિત્રો, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના વિશે તમને પુરી માહિતી આ પોસ્ટમાં મળશે. ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ એ છે કે વિધવા જો પુન:લગ્ન કરશે તો તેને બે તબક્કામાં 50,000 રૂપિયા ની સહાય આપવામાં આવશે. સરકાર દ્વારા આ નિર્ણય ખૂબ જ સરસ લેવામાં આવ્યો છે.

Ganga Swarupa Punah lagna Arthik Sahay Yojana | ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના

Ganga Swarupa Punah lagna Arthik Sahay Yojana | ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના

મિત્રો, રાજ્યમાં વિધવા પુન:લગ્નને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષના બજેટમાં જાહેર થયેલી ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાનું અમલીકરણ શરૂ કરવા માટે હવે મહિલા અને બાળવિકાસ વિભાગે જીઆર બહાર પાડેલ છે. જેમાં 50,000 રૂપિયાની સહાય બે તબક્કામાં આપવામાં આવશે. 25,000 રૂપિયા પુન:લગ્ન કરનાર વિધવાના બેન્ક એકાઉન્ટમાં જમા અપાશે અને 25,000ના ૬ વર્ષ પાકતા રાષ્ટ્રીય બચતપત્રો આપવામાં આવશે.

વિધવા જો પુન:લગ્ન કરશે તો એને બે તબક્કામાં ૫૦,૦૦૦ રૂપિયા અપાશે

વિભાગના જણાવ્યા પ્રમાણે પહેલીવાર વિધવા પુન:લગ્નને ઉત્તેજન આપવા માટે આ પ્રકારની યોજના શરૂ થઈ રહી છે. જેમાં ૧૮ થી ૫૦ વર્ષની મહિલાઓને લાભ આપવામાં આવશે. બજેટમાં વાર્ષિક રૂપિયા૩ કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી હતી પરંતુ અમલવારીમાં અઢી કરોડની યોજના બનાવાઈ છે

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ

ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માંગતી બહેનોને પુન:લગ્ન કર્યાની તારીખથી ૬ માસની અંદર નિયત નમુનાનું ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ સાથે પુન:લગ્ન કર્યાનું પ્રમાણપત્ર, જે વ્યક્તિ સાથે પુન:લગ્ન કર્યા છે તેનો રહેઠાણનો પુરાવો, દંપતીના પાસપોર્ટ સાઈઝના ફોટા, લાભાર્થીને બેંકની પાસબુકના પ્રથમ પાનાની કોપી બીડાણ કરવાનું રહેશે. આ બધી અરજી ઓનલાઈન કરવાની રહેશે.

  • પુન:લગ્ન કર્યાનું પ્રમાણપત્ર, 
  • આધાર કાર્ડ
  • જે વ્યક્તિ સાથે પુન:લગ્ન કર્યા છે તેનો રહેઠાણનો પુરાવો,
  •  દંપતીના પાસપોર્ટ સાઈઝના ફોટા, 
  • લાભાર્થીને બેંકની પાસબુકના પ્રથમ પાનાની કોપી

ઇ ગ્રામ કેન્દ્રો મારફતે અરજી થાય તો અરજી ફી ૨૦ રૂપિયા ભરવાની રહેશે.

Ganga Swarupa Punah lagna Arthik Sahay Yojana Form| ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના ફોર્મ

મિત્રો, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના ફોર્મ તમે મહિલા અને બાળ વિકાસ વિભાગની અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/  પરથી મેળવી શકો છો.

ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના એપ્લિકેશન ફોર્મ

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ