જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહેસાણા, કરાર આધારિત ભરતી ૨૦૨૧

નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહેસાણા જિલ્લામાં પડેલી ૧૧ માસના કરાર આધારિત ભરતી વિશે માહિતી મુકવાના છીએ. મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેનું પગાર ધોરણ પણ ખૂબ જ સારું છે. જે તમે વધુ વિગતો જેવી કે લાયકાત, ઉમર અને અન્ય વિગતો નીચે વાંચી શકો છો. 

Jilla Gram Vikas Agency, Mahesana Bharti 2021::



Jilla Gram Vikas Agency, Mahesana Bharti 2021:


જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ સ્વચ્છ ભારત મિશન યોજના અમલીકરણ માટે જિલ્લા કક્ષાની અને ગ્રામ્ય કક્ષાની નીચે વિગતે જણાવેલ જગ્યાઓ માટે ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે. 


વિવિધ પોસ્ટ:

  • આઈસી/ઇક્વિટી/સોશિયલ એન્ડ બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ
  • એચઆરડી/કેપીસીટી બિલ્ડીંગ કન્સલ્ટન્ટ
  • SWM કન્સલ્ટન્ટ
  • એંજિનિયર/સુપરવાઇઝર
  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • બ્લોક કો. ઓર્ડિનેટર
  • ક્લસ્ટર કો. ઓર્ડિનેટર

જગ્યાઓ:

  • આઈસી/ઇક્વિટી/સોશિયલ એન્ડ બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ: ૦૧
  • એચઆરડી/કેપીસીટી બિલ્ડીંગ કન્સલ્ટન્ટ: ૦૧
  • SWM કન્સલ્ટન્ટ: ૦૧
  • એંજિનિયર/સુપરવાઇઝર: ૦૧
  • ડેટા એન્ટ્રી ઓપરેટર: ૦૧
  • બ્લોક કો. ઓર્ડિનેટર: ૦૩
  • ક્લસ્ટર કો. ઓર્ડિનેટર: ૦૭


લાયકાત:

૧) આઈસી/ઇક્વિટી/સોશિયલ એન્ડ બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ : :માસ્ટર ડિગ્રી ઇન કોમ્યુનિકેશન / જર્નલીઝમ / પબ્લિક અફેર્સ એન્ડ એમ.એસ.ઓફિસ. 

૨) એચઆરડી/કેપીસીટી બિલ્ડીંગ કન્સલ્ટન્ટ :  MSW / MBA / માસ્ટર ઈન એસ.આર. / એમ.આર.એસ. / એન.આર.એમ અને કોમ્પ્યુટરના જાણકાર. 

૩) SWM કન્સલ્ટન્ટ :MSW / MBA / માસ્ટર ઈન એસ.આર. / એમ.આર.એસ. / એન.આર.એમ અને કોમ્પ્યુટરના જાણકાર. 

૪) એંજિનિયર/સુપરવાઇઝર : ડિપ્લોમા ઈન સિવિલ અને કોમ્પ્યુટરની જાણકારી

૫) ડેટા એન્ટ્રી ઓપરેટર : સ્નાતક સાથે સરકાર માન્ય સીસીસી નો કોર્સ અને અંગ્રેજી ટાઈપિંગમાં ૩૦WPM તથા ગુજરાતી ટાઈપિંગમા ૨૫WPM ની સ્પીડ 

૬) બ્લોક કો. ઓર્ડિનેટર : માસ કોમ્યુનિકેશન/ રૂરલ સ્ટડીઝ/ સામાજિક વિજ્ઞાન (માનવશાસ્ત્ર, શિક્ષાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, કાયદો, ભાષા, રાજનીતિશાસ્ત્ર, જાહેર પ્રસાશન, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર) માં સ્નાતક. 

૭) ક્લસ્ટર કો. ઓર્ડિનેટર : માસ કોમ્યુનિકેશન/ રૂરલ સ્ટડીઝ/ સામાજિક વિજ્ઞાન (માનવશાસ્ત્ર, શિક્ષાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, કાયદો, ભાષા, રાજનીતિશાસ્ત્ર, જાહેર પ્રસાશન, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર) માં સ્નાતક. 

નોંધ: નંબર ૧ થી ૫ જિલ્લા કક્ષાની જગ્યાઓ છે અને ૬-૭ એ તાલુકા કક્ષાની જગ્યાઓ છે. 

પગાર ધોરણ:

  • આઈસી/ઇક્વિટી/સોશિયલ એન્ડ બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ: ૨૫,૦૦૦
  • એચઆરડી/કેપીસીટી બિલ્ડીંગ કન્સલ્ટન્ટ: ૨૫,૦૦૦ 
  • SWM કન્સલ્ટન્ટ: ૧૫,૦૦૦ 
  • એંજિનિયર/સુપરવાઇઝર, ૧૦,૦૦૦ 
  • ડેટા એન્ટ્રી ઓપરેટર: ૭,૦૦૦ 
  • બ્લોક કો. ઓર્ડિનેટર: ૫,૦૦૦ 
  • ક્લસ્ટર કો. ઓર્ડિનેટર

અનુભવ: 

અનુભવની માહિતી નીચે આપેલ ફોટામાં જોઈ લેવી. 


નોંધ:

- અરજી ફક્ત રજીસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા જ કરવાની રહેશે. રૂબરૂ, કુરિયર, સાદી ટપાલ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. 

- ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન ૨૧ સુધીમાં અરજી કરવાની રહેશે. 

- અરજીના કવર ઉપર જે જગ્યા માટે અરજી કરવા માંગતા હોવ તે જગયાનુ નામ ફરજિયાત દર્શાવાનું રહેશે. એક થી વધુ જગ્યા માટે અરજી કરનારે અલગ અલગ અરજી કરવાની રહેશે. 

- અરજી મોકલવાનું સરનામું: નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહેસાણા, રાજમહેલ કમ્પાઉન્ડ, મહેસાણા ૩૮૪૦૦૧. 








ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ