૩ જૂન - વિશ્વ સાયકલ દિવસ - જાણો વિશ્વ સાયકલ દિવસ વિશે - World Bicycle Day

નમસ્કાર મિત્રો, આજે ૩ જૂન એટ્લે કે વિશ્વ સાયકલ દિવસ છે. દર વર્ષે ૩ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસનું આયોજન કરવામાં આવે છે. સાયકલની વિશેષતા અને વર્સેટિલિટીને ઓળખવા માટે 3 જૂને આંતરરાષ્ટ્રીય વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાયકલ તો જ્યારે હું ને તમે બધા નાના હતા ત્યારે બધાએ ચલાવેલી જ હશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૩ જૂન, ૨૦૧૮ ના રોજ પ્રથમ સત્તાવાર વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ પરિવહનના સરળ, આર્થિક, વિશ્વસનીય અને પર્યાવરણીય સંરક્ષણ મોડને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.

World Bicycle Day In Gujarati


World Bicycle Day In Gujarati :  યુ.એસ. માં મોન્ટગોમરી કોલેજનાં પ્રોફેસર લેસ્જેક સિબિલ્સ્કી અને તેમના સમાજશાસ્ત્રના વર્ગ દ્વારા વિશ્વ સાયકલ દિવસની ઉજવણી માટે એક અરજી કરવામાં આવી હતી. બાદમાં, પ્રોફેસર સિબિલ્સ્કી અને તેમના વર્ગ દ્વારા સોશ્યલ મીડિયા દ્વારા આ અંગે મોટો પ્રચાર કરવામાં આવ્યો અને 3 જૂને વર્લ્ડ સાયકલ ડે તરીકે ઉજવવાનું નક્કી કરાયું. જેને તુર્કમેનિસ્તાન સહિત 56 દેશોનો સપોર્ટ મળ્યો હતો.

સાયકલ ચાલવાનું મહત્વ એ છે કે તે સસ્તા પરિવહન માધ્યમ હોવા ઉપરાંત, તે પર્યાવરણને પ્રદૂષિત થવાથી બચાવે છે. અને સૌથી અગત્યનું, માત્ર થોડી મિનિટ સાયકલ ચલાવવાથી તમે ઘણા રોગોથી બચી શકો છો.

કોઈ દેશ અથવા શહેર તેની ઇમારતો અથવા કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. પરંતુ નેધરલેન્ડ એકમાત્ર દેશ છે જે સાયકલનો દેશ તરીકે ઓળખાય છે. ખરેખર નેધરલેન્ડ્સમાં સૌથી વધુ સાયકલિંગ કલ્ચર છે. અહીંની સૌથી અગત્યની વાત એ છે કે અહીંના લોકોનો સાયકલ પ્રેમ. દેશની પ્રાકૃતિક સુંદરતા બચાવવા માટે અહીંની સરકારે સાયકલને ઘણું પ્રોત્સાહન આપ્યું છે.


સાયકલ ચલાવવાના ફાયદા :

* દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી પેટની ચરબી ઓછી થાય છે. દરરોજ સવારે સાયકલ ચલાવવાથી, તમારી ફીટનેસ અકબંધ રહે છે.

* તમને જાણીને થોડું આશ્ચર્ય થશે કે સાયકલ ચલાવવાથી, રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કાર્ય કરે છે. એક અહેવાલ મુજબ, દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવી રોગપ્રતિકારક કોષોને સક્રિય કરે છે અને બીમારી થવાનું જોખમ ઘટાડે છે.

* દરરોજ સાયકલ ચલાવવાથી ઘૂંટણ અને સાંધાના દુખાવામાં ફેર પડે છે. 

* જો તમે દરરોજ અડધો કલાક સાયકલ ચલાવો છો તો તમારું મગજ સામાન્ય વ્યક્તિના મગજ કરતાં વધુ સક્રિય રહે છે અને બ્રેન પાવર પણ વધે છે. 

આ માહિતી વિરુ ભાઈ દ્વારા લખવામાં આવેલ છે. વાંચવા બદલ તમારો આભાર. આવી જ અવનવી માહિતી વાંચવા માટે અમારી સાઇટની મુલાકાત લેતા રહો. 

For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ