૫ જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ - જાણો પર્યાવરણ દિવસ વિશે

સમગ્ર વિશ્વમાં ૫ મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણની સુરક્ષા અને સંરક્ષણ માટે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની ઘોષણા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1972 માં વૈશ્વિક સ્તરે પર્યાવરણ પ્રત્યે રાજકીય અને સામાજિક જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી. 5 જૂનથી 16 જૂન સુધી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ પર્યાવરણ પરિષદમાં ચર્ચા બાદ તેની શરૂઆત કરવામાં આવી હતી. 5 જૂન 1974 ના રોજ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

World Environment Day


World Environment Day In Gujarati : આ દિવસ પર્યાવરણમાં સુધારો કરવા માટે મહત્વપૂર્ણ છે જેમાં સમગ્ર વિશ્વમાં ઉભા પડકારોને હલ કરવાનો માર્ગ મળે છે. વિશ્વ પર્યાવરણ દિવસ લોકોમાં પર્યાવરણીય જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત વિશ્વની સૌથી મોટી વાર્ષિક ઘટના છે. તેનો મુખ્ય ઉદ્દેશ આપણી પ્રકૃતિની સુરક્ષા માટે જાગૃતિ લાવવાનો છે અને દિવસેને દિવસે વધી રહેલા પર્યાવરણીય મુદ્દાઓ તરફ ધ્યાન આપવું છે.

આધુનિકતાની દોડમાં દોડતા દરેક દેશમાં પૃથ્વી પર દરરોજ પ્રદૂષણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. જેના પરિણામો આપણે સમય પર જોવા મળે છે. પર્યાવરણમાં અચાનક પ્રદૂષણના સ્તરમાં વધારો થવાને કારણે તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ક્યાંક પ્રદૂષણના વધેલા સ્તરને કારણે લાંબા સમય સુધી વરસાદ પડતો નથી. આવી સ્થિતિમાં લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ માહિતી વિરુ ભાઈ દ્વારા લખવામાં આવેલ છે. વાંચવા બદલ તમારો આભાર. આવી જ અવનવી માહિતી વાંચવા માટે અમારી સાઇટની મુલાકાત લેતા રહો. 

For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ