૧ જૂન - વિશ્વ દૂધ દિવસ - જાણો દૂધ પીવાથી થતાં ફાયદા વિશે - Word Milk Day

નમસ્કાર મિત્રો, આજે ૧ જૂન એટ્લે કે વિશ્વ દૂધ દિવસ. મિત્રો દર વર્ષે ૧ જૂનના રોજ "વિશ્વ દૂધ દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં દર વર્ષે ૨૬ નવેમ્બરના રોજ "રાષ્ટ્રીય દૂધ દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે લોકોને દૂધ વિશે જાગરુકતા લાવવી. 

World Milk Day In Gujarati


World Milk Day In Gujarati : વિશ્વ દૂધ દિવસની ઉજવણી દર વર્ષે ૧ જૂનના રોજ કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોને દૂધ વિશે સમજણ આપવામાં આવે અને તેનાથી થતાં ફાયદા વિશે લોકોને જણાવવામાં આવે અને દૂધ વિશે લોકોમાં જાગરુકતા આવે. દુનિયામાં સૌથી વધારે જો પોષક તત્વો વાળા ખોરાક હોય તો તેમાં દૂધને ગણવામાં આવે છે. 

દૂધ અને દૂધની જે બનાવટો છે તેના ફાયદા અને ખાસિયત જણાવવા માટે આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ૧ જૂન ૨૦૦૧ ના રોજ પહેલો વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવ્યો હતો. વિશ્વ દૂધ દિવસની ઉજવણી યુનાઈટેડ નેશન્સ દ્વારા શરૂ કરવામાં આવી હતી. દૂધ એ એકલું પોષણ માટે જ નહીં પણ ડેરી ઉધ્યોગ દ્વારા લોકોને રોજગારી પણ પૂરી પાડે છે. આ વર્ષે વિશ્વ દૂધ દિવસ 2021 પર્યાવરણ, પોષણ અને સામાજિક-આર્થિક સશક્તિકરણની સાથે ડેરી ક્ષેત્રમાં સ્થિરતા પર કેન્દ્રિત થીમ સાથે ઉજવવામાં આવશે.


દૂધ પીવાથી થતાં ફાયદા :

દૂધ એ સંતુલિત આહાર છે જેમાં ઘણા પૌષ્ટિક તત્વો જોવા મળે છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મોટો ભાગ ભજવે છે. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી તમે અનેક પ્રકારના રોગોથી દૂર રહી શકો છો. શરીરને સ્વસ્થ રાખવામાં દૂધની વિશાળ ભૂમિકા છે. બાળપણમાં, બાળકોને દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે જેથી તેમના શરીરનો વિકાસ યોગ્ય રીતે થાય અને તેઓ માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રહે. આયર્ન, આયોડિન, કેલ્શિયમ, જસત, પોટેશિયમ, પ્રોટીન ફોસ્ફરસ, મેગ્નેશિયમ, રાઇબોફ્લેવિન, વિટામિન એ, વિટામિન ડી, વિટામિન બી 12 અને દૂધમાં હાજર ઘણા પોષક તત્વો દૂધમાં હોય છે. 

* દૂધ બ્લડ સેલ્સને વધારવામાં પણ ઉપયોગી છે. નાના બાળકોને સૂકા રોગ થયા હોય તો ગાયના દૂધમાં બદામ નાખીને પીવડાવવાથી તે મટી જાય છે.  

* દૂધમાથી મળતો પીળો પદાર્થ જે કેરોટિન હોય છે તે આંખોની રોશની વધારવા માટે પણ ઉપયોગી છે અને આંખો ને સુંદર બનાવે છે. 

* દૂધમાં વિટામિન-એ પર્યાપ્ત માત્રામાં હોય છે. જેના કારણે તાવ આવેલો હોય, માનસિક રોગ હોય કે પછી પેટના રોગ હોય, હ્રદય રોગ હોય કે પછી યોનિ રોગ હોય તો દૂધ પીવાથી તેમાં ફાયદો થઈ શકે છે. 

* ગાયનું દૂધ એ પચવામાં ખૂબ જ સરળ હોય છે. માટે નાના છોકરાઓને ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે. ગાયનું દૂધ પચાવવામાં પાચનતંત્રને વધારે મહેનત નથી કરવી પડતી. ગાયનું દૂધ પાચનક્રિયા સાથે જોડાયેલી સમસ્યાઓને પણ મટાડે છે. 

મિત્રો ઉપર આપેલી જાણકારી એ તમને સામાન્ય જાણકારી આપે છે દૂધ વિશે. આ કોઈપણ રીતે રોગને મટાડે તેવું નથી. તેના માટે તમે યોગ્ય ડોક્ટરની સલાહ લઈ શકો છો. આ માહિતી વિરુ ભાઈ દ્વારા લખવામાં આવેલ છે. વાંચવા બદલ તમારો આભાર. આવી જ અવનવી માહિતી વાંચવા માટે અમારી સાઇટની મુલાકાત લેતા રહો. 

For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ