Covid-19 : કોરોનાથી બચવા આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ ખાસ ટિપ્સ

કોરોનાથી બચવા માટેની ટિપ્સ : નમસ્કાર મિત્રો, હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે તો અમે અહિયાં કેટલીક ટિપ્સ જે આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે તે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ ટિપ્સ હાલના કોરોનાના સમય માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે અને તમારી શરીરની ઈમ્યુનિટી પાવરને પણ જરૂરથી વધારશે. 


corona-thi-bachava-mateni-khas-tips




કોરોનાથી બચવા માટેના ખાસ ઘરેલુ ઉપાય, જેનાથી વધશે તમારી ઇમ્યુનિટી શક્તિ :

મિત્રો કોરોનાથી બચવા માટે દરેક ડોકટર્સ તમારી ઈમ્યુનિટી શક્તિ વધે તે માટેની વાતો કરતાં હોય છે. ઇમ્યુનિટી શક્તિ એટ્લે તમારી રોગપ્રતિકારક શક્તિ જે તમારા શરીર ને વધુ તંદુરસ્ત બનાવે છે તે. રોગપ્રતિકારક શક્તિ દ્વારા તમે તંદુરસ્ત રહી શકો છો અને તમારા શરીર ને વિવિધ વાઈરસથી રક્ષણ પણ મળે છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે હશે તો તમને કોરોના વાઇરસથી જરૂર રક્ષણ મળી રહેશે. તો ચાલો હવે જોઈએ આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની ટિપ્સ. 

ગરમ પાણી :

આયુષ મંત્રાલય દ્વારા તમામ લોકોને હાલના સમયમાં ગરમ પાણી પીવા માટેની સલાહ આપવામાં આવી છે. જો તમે ગરમ પાણી પિશો તો તમારા ગળા અને શરીર માટે તે ખૂબ જ સારું રહેશે. વાઇરસ જે ગળા સુધી પહોચેલો હશે તે ત્યાં જ ખતમ થઈ જશે. ગરમ પાણી સાથે તમે લીંબુ લઈ શકો છો. તે હાલના સમયમાં ખૂબ જ ઉપયોગી રહેશે. જરૂર પડે તો ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા કરો. જેને કફ અને ઉધરસ છે તેમણે ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા કરવા અને ગરમ પાણીમાં લીંબુ નાખી પીવું. કફ વારંવાર બહાર નીકળતા રહેવું અને માસ્ક ફરજિયાત પહેરી રાખવું. 


ઘરે બનાવેલો તાજો ખોરાક લેવો :

મિત્રો આવા સમયે તમારે તમારા શરીરનું ખાસ ધ્યાન રખવાનું હોય છે. શરીર ને તકલીફ કરે એવો ખોરાક ન ખાવો. બને ત્યાં સુધી ઘરનું તાજું બનાવેલું જ ખાવું. જેથી શરીર ઉપર કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય. ખાવામાં હળદર, જીરું, ધાણા, અજમો, આદું અને લસણ વધારે ખાવું. મગનું પાણી પીવું. આંબળા પણ શરીર માટે ખૂબ સારા છે તો એમથી બનાવેલ વસ્તુ અથવા આમળા હોય તો એ ખાવા. 


૩૦ મિનિટ અથવા ૧૫ મિનિટ રોજ યોગ કરવા ::

મિત્રો યોગ કરવા એ શરીર માટે ખૂબ જ સારા છે. જેનાથી શરીરને ખૂબ તાકાત મળે છે. યોગ કરવાથી તમારો દિવસ સારો જશે અને તમને આખો દિવસ તન્દુરસ્તી લાગશે. યોગ નું મહત્વ શું છે એ તો તમે જાણતા જ હશો માટે હળવા યોગ તમારે રોજ કરવા. ઊંઘ પૂરતી લેવી. 


ઉકાળા પીવા :

તમારા શરીરની ઈમ્યુનિટી જળવાઈ રહે તે માટે તમારે અરડૂસી, તુલસીના ઉકાળા બનાવીને પીવા. જેમાં આદું, અજમો, પત્તા નાખીને બનાવી થોડો પીવો. આ ઉકળા અઠવાડીયામાં ત્રણવાર અથવા ચારવાર પીવા. જેથી શરીરને ગરમ ન પડે. જો તમને ખાંસી આવતી હોય અને કફ હોય તો તમે અરડૂસી નો ઉકાળો પી શકો છો. ઉકાળો એ તમારે ચાર-પાંચ ચમચી જેટલો જ પીવાનો હોય છે. જેથી પીતી વખતે ધ્યાન રાખવું. 


ગરમ નાસ લેવો :

નાસ લેવાથી તમને સૂકા કફ સામે અને અન્ય રોગ સામે રક્ષણ મળે છે. માટે વધારે ગરમ પાણી ના કરવું અને તેમાં ફૂદીનો નાખી અત્રહવા તો અજમો નાખીને નાસ લેવો. જે તમારા શરીર માટે ખૂબ સારું ગણવામાં આવે છે. નાસ લેતી વખતે વધારે ગરમ પાણી રાખવું નહીં. જેનું ધ્યાન રાખવું. 


ડોક્ટરની સલાહ :

મિત્રો જો તમને લાગે કે આ ઘરેલુ ઉપાયથી મને કોઈપણ ફર્ક પડ્યો નથી તો તમે તરત જ ડોક્ટર જોડે જઈને સલાહ લઈ શકો છો. જો તમને તાવ આવે અથવા શરદી થઈ હોય અથવા તો કફ વધારે હોય તો તમારે કોરોનાથી ડરવાની જરૂર નથી. આ સામાન્ય શરદી, તાવ અને કફ તો વર્ષોથી થતાં આવે છે માટે ગભરાયા વગર દવા લઈ લેવી અને વધારે ટેન્શન ના લેવું. જો તમે ગભરાઈ જશો તો તમને વધારે થશે માટે આ સામાન્ય રોગ તો થતાં રહેતા હોય છે. પણ તેની દવા તમારે વહેલા કરવી લેવી. 


મિત્રો આશા રાખીએ કે ઉપર જણાવેલ જાણકારી તમને ઉપયોગી બની રહેશે. આ જાણકારી તમારા આજુબાજુ અથવા સગા-સંબંધીઓ સાથે શેર કરજો અને વધારે ગભરાવવાની જરૂર નથી. વાંચવા બદલ આભાર આપનો. 

For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ