GPSC પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન ભાગ - ૩ (GPSC Questions Part - 3)

નમસ્કાર મિત્રો.... આજે અમે અહિયાં GPSC ની પરીક્ષામાં પૂછાઇ ગયેલ ૫૦ પ્રશ્નો મૂકવાના છીએ. આ પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે અને GPSC ની પરીક્ષામાં પણ પૂછાઇ શકે છે. આ પ્રશનોથી તમારું જનરલ નોલેજ નું જ્ઞાન પણ વધશે. જો કોઈ પ્રશ્નમાં તમને ભૂલ જણાય તો અમને તરત જ કોમેન્ટ બોક્સમાં જણાવવું. 

gpsc-questions-answers-part-3


GPSC GK | GPSC Question Answer In Gujarati - 3 :

૧૦૧) ભારતના પરદેશમાં વેપાર, વાણિજ્ય અને આંતર વ્યવહાર સંબંધિત ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદોમાં જોગવાઈ કરવામાં આવી છે ?

- અનુચ્છેદ ૩૦૧ થી ૩૦૫ અને ૩૦૭

 

૧૦૨) ઈસરો દ્વારા પ્રસ્થાપિત ટેલિઓસ-૧ (TeLEOS-1) ઉપગ્રહ ક્યાં દેશનો ઉપગ્રહ છે ?

- સિંગાપુર

 

૧૦૩) રૂસ્તમ-II શું છે ?

- માનવરહિત ડ્રોન

 

૧૦૪) ધરતીકંપના તંરંગો કેવા પ્રકારના હોય છે ?

- ઈન્ફ્રાસોનિક

 

૧૦૫) ક્યાં કણો રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે ?

- ત્રાકકણો

 

૧૦૬) ગ્રીન હાઉસ અસર મોટેભાગે શાના કારણે થાય છે ?

- વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઈડ

 

૧૦૭) ‘MAST’ નું પૂરું નામ શું છે ?

- THE MULTI APPLICATION SOLAR TELESCOPE

 

૧૦૮) એક જ ફાઇલની માહિતી જુદા જુદા બ્લોકમાં છૂટી છવાઈ સંપ થયેલ હોય તેને ક્રમિક ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે ?

- અનફ્રેગ્મેન્ટેડ

 

૧૦૯) ભારતનો પરમાણુ ઉર્જા વિભાગ કઈ સંસ્થા/મંત્રાલય હેઠળ કાર્યરત છે ?

- પ્રધાનમંત્રી કાર્યાલય

 

૧૧૦) ભારતની પ્રથમ પરમાણુ સંપન્ન સબમરીન કઈ છે ?

- અરિહંત

 

૧૧૧) ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા મળતા વિટામિન-K નું આપણાં શરીર માટે મહત્વ અને ઉપયોગ શું છે ?

- રક્તના સંવર્ધનમાં મદદ કરે છે.

 

૧૧૨) દિલ્હીમાં ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા દિલ્હી સરકાર દ્વારા ક્યાં નામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

- સ્વિચ દિલ્હી

 

૧૧૩) કેરલના શબરિમાલા મંદિરમાં દર વર્ષે ઉત્તરાયના તહેવાર દરમિયાન ક્યો ઉત્સવ ઉજવવામાં આવે છે ?

- મકર વિલક્કુ

 

૧૧૪) મેક ઈન ઈન્ડિયા ના વિઝન હેઠળ ગુજરાતમાં એલ.એન્ડ.ટી કંપની દ્વારા સ્વદેશી બનાવટની કઈ ટેન્કનું નિર્માણ કરવામાં આવેલ છે ?

- K9 વજ્ર

 

115) હિમાચલ પ્રદેશમાં હિમાલયની કઈ પવર્તમાળામાં ૯.૦૨ કિમીની અટલ ટનલ નું નિર્માણ કરવામાં આવ્યું છે ?

- પીર પંજાલ

 

૧૧૬)  મકસદ ક્રુતિના કર્તા કોણ છે ?

- લાભશંકર ઠાકર

 

૧૧૭) બીજી સવારનો સુરક કૃતિના કર્તા કોણ છે ?

- હસુ યાજ્ઞિક

 

૧૧૮) ગુલાબ કૃતિના કર્તા કોણ છે ?

- નગીનદાસ મારફતિયા

 

૧૧૯) કપૂરનો દીવો કૃતિના કર્તા કોણ છે ?

- ચંદ્રવદન મહેતા

 

૧૨૦) એન્ડુજ પુસ્તકાલય ક્યાં આવેલું છે ?

- સુરત

 

૧૨૧) સયાજી વિજય પુસ્તકાલય ક્યાં આવેલું છે ?

- નવસારી

૧૨૨) લેંગ પુસ્તકાલય ક્યાં આવેલું છે ?

- રાજકોટ

 

૧૨૩) બાર્ટન પુસ્તકાલય ક્યાં આવેલું છે ?

- ભાવનગર

 

૧૨૪) ભીલ જનજાતિમાં ગાંધર્વ લગ્ન માટે ક્યા શબ્દનો પ્રયોગ થાય છે ?

- ઉદાળી જવું

 

૧૨૫) અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા ?

- વલ્લભાચાર્ય

 

૧૨૬) પ્રકૃતિક ચીકીત્સા માટેની વિવિધ ઔષધિય વસ્તુઓનું અપુર્વ સંગ્રહાલય ક્યાં આવેલું છે ?

- જુનાગઢ ખાતે

 

૧૨૭) સ્ત્રીપાત્રો ભજવવા માટે વિખ્યાત એવા ક્યાં અભિનેતાએ અભિનયપંથે નામે આત્મકથા લખી છે ?

- અમ્રુત જાની

 

૧૨૮) ભારતમાં સૌથી મોટી પહેલા નંબરની હડપીય વસાહત કઈ છે ?

- રખાઈગ્રહી (હરિયાણા)

 

૧૨૯) કઈ દર્શનિક વિચારધારાના દ્રષ્ટિકોણથી મુક્તિ જ્ઞાનપ્રાપ્તિ દ્વારા જ થઈ શકે છે ?

- સાંખ્ય વિચારધારા

 

૧૩૦)  સિદ્ધ ચક્રવતી, અવંતિનાથ, બર્બરક જિષ્ણુ અને ત્રિલોકય ગંડ જેવા ઉપનામ ક્યા રાજાને મળેલ છે ?

- સિદ્ધરાજ જયસિંહ

 

૧૩૧) સમુદ્રગુપ્ત સમયનો ઇતિહાસ જાણવાનું મુખ્ય સાધન તેણે કોતરાવેલ અલાહાબાદ પાસેનો સ્તંભાલેખ છે, તેનું આલેખન ક્યા રાજકવિએ કર્યું હતું ?

- હરિષેણ

 

૧૩૨)  અશોકે કોતરવેલા શિલાલેખો પરના આદેશો કે લખાણોને શું કહેવામા આવે છે ?

- ધર્મજ્ઞા અથવા ધર્મલિપિ

 

૧૩૩) મોર્ય વહીવટી તંત્રમાં પરરાજયો સાથેના સંબંધોને લગતા ખાતાનો મંત્રી ક્યા નામે ઓળખાતા હતા ?

- પ્રશસત્રિ

 

૧૩૪) ચૌલ શૈલીના મંદિરોમાં તાંજોરનું, ભારતનું સૌથી ઊંચું, મોટું અને ભવ્ય મંદિર ક્યુ છે ?

- બૃહદીશ્વર

 

૧૩૫) વોરન હેસ્ટિંગ્સ સમયના ક્યા અંગ્રેજ વિદ્ધાન રોયલ એશિયાટિક સોસાયટીના સ્થાપક અને સાર્વ પ્રથમ અધ્યક્ષ બન્યા હતા ?

-  વિલિયમ જોન્સ

 

૧૩૬) મહાગુજરાત આંદોલન સમયે જેલ ભરો સત્યાગ્રહ મુખ્યત્વે કોના નેતૃત્વમાં ચાલ્યો હતો ?

- જયંતિ દલાલ

 

૧૩૭) ઇંડિયન વોર ઓફ ઈંડિપેંડેન્સ ૧૮૫૭ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે ?

- વિનાયક દામોદર સાવકર

 

૧૩૮) વડનગર ખાતે ઉજવાતા તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ અંતર્ગત ૨૦૦૯ થી શ્રેષ્ઠતમ સંગીતમાં પ્રદાન કરનાર ને તાનારીરી પુરસ્કારથી સન્માનીત કરવામાં આવે છે, જેના પ્રથમ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

- લત્તા મંગેશકર અને ઉષા મંગેશકર

 

૧૩૯) કથીપો, વાડીવેલો, વાંકડી, બુટ્ટી, આરી જેવા વિવિધ પ્રકારના શું છે ?

- લોક ભરત કામના આકાર, પ્રકાર

 

૧૪૦) ગિરનાર પર જૈન તીર્થકર નેમિનાથનું પ્રાચીન દેરાસર કોણે બંધાવ્યું હતું ?

- દંડનાયક સજ્જન મહેતા

 

૧૪૧) જુગલબંધી નર્તક અને તબલા વગાડનાર વચ્ચે એક પ્રતિ સ્પર્ધાત્મક રમત હોય છે તે ક્યા શાસ્ત્રીય નૃત્ય સાથે સંબંધિત છે ?

- કથક

 

૧૪૨) સર્જન અંગે પ્રિયદર્શી અને વિવેચન ક્ષેત્રે મધુદર્શી એ ક્યા સાહિત્યકારના ઉપનામ છે ?

- મધુસૂદન પારેખ

 

૧૪૩) બંગાળની કઈ કલા એક હજાર વર્ષ જૂની છે, તે મંગલ કાવ્યો દેવી-દેવતાઓની વાર્તાઓનું વર્ણન કરતી ગ્રામીણ પરંપરાના ચિત્રો સ્વરૂપે શરૂ થયેલ જેને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

- પટુઆ કલા

 

૧૪૪) મને એ જોઈને, હસવું હજારવાર આવે છે પ્રભજ! તારા બનાવેલા આજે તને બનાવે છે” આ પંક્તિ ક્યા ગઝલકારની છે ?

- હરજી લવજી દામાણી  શયદા

 

૧૪૫) એક ચરિત્રલેખક, કોશકાર, સંશોધક, સંપાદક તેમજ અનુવાદક તરીકે જાણીતા કયા સાહિત્યકારને રણજિતરામ સુવર્ણચંદ્રક, પદ્મશ્રી અને વિધ્યાવાચસ્પતિ તેમજ મહામહિમોપાધ્યાયની પદવી એનાયત થયેલી હતી ?

- કે.કા શાસ્ત્રી

 

૧૪૬) જૈન તીર્થસ્થલ તારંગા ખાતે એક જ શિલામાથી કંડારાયેલ ક્યા ભગવાનની પ્રતિમા છે ?

- અજીતનાથ

 

૧૪૭) બંધારણ સભામાં “ઉદ્દેશ્ય પ્રસ્તાવ” નું પ્રરૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા ?

- સર. બી. એન. રાવ

 

૧૪૮) બધા વ્યક્તિ પૂર્ણતા અને સમાન રૂપથી માનવ છે આ સિદ્ધાંત એટ્લે જ........

- સાર્વભૌમિકતા

 

૧૪૯) ભારતની આઝાદી સમયે ક્યા મુખ્ય ત્રણ રાજ્યોએ ભારતમાં જોડાવવાનો ઇન્કાર કર્યો હતો ?

- જુનાગઢ, હૈદરાબાદ, જમ્મુ-કશ્મીર

 

૧૫૦) ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો પૈકી ભારતમાં સમાનતાના હક બાબતે કોણ કોણ અપવાદરૂપ છે ?

- ભારતના રાષ્ટ્રપતિ અને રાજયપાલ, સંસદસભ્યો અને વિધાનસભ્યોને વિશેષાધિકાર, વિદેશીરાજદૂતો, વિદેશી શાસકો, સંયુક્ત રાષ્ટ્ર અને તેની સંસ્થાના અધિકારીઓ


For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ