GPSC પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન ભાગ - ૨ (GPSC Questions Part - 2)

નમસ્કાર મિત્રો.... આજે અમે અહિયાં GPSC ની પરીક્ષામાં પૂછાઇ ગયેલ ૫૦ પ્રશ્નો મૂકવાના છીએ. આ પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે અને GPSC ની પરીક્ષામાં પણ પૂછાઇ શકે છે. આ પ્રશનોથી તમારું જનરલ નોલેજ નું જ્ઞાન પણ વધશે. જો કોઈ પ્રશ્નમાં તમને ભૂલ જણાય તો અમને તરત જ કોમેન્ટ બોક્સમાં જણાવવું. 


GPSC GK | GPSC Question Answer In Gujarati - 2 :

૫૧) ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં સંગીત સમારોહનું મધ્યપ્રદેશમા ક્યા સ્થળે આયોજન કરવામાં આવે છે ?

- મૈહર

 

૫૨) બિજાપુરના આદિલશાહોએ કઈ ભાષાને પ્રોત્સાહન આપેલું ?

- ઉર્દુ અને ફારસી

 

૫૩) કોણાર્કનું સૂર્યમંદિર, પુરીનું જગન્નાથ મંદિર અને ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર ક્યા પ્રકારની શૈલીના મંદિરો છે ?

- ઓડિશા શૈલી

 

૫૪) પ્રસિદ્ધ બહુચરાજીનું મંદિર, તેને ફરતો કોટ અને માનસરોવર નામનો કુંડ કોણે બંધાવ્યા હતા ?

- માનાજી રાવ

 

૫૫) ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સૌપ્રથમ ક્યા સ્થળે સ્થપાઈ હતી ?

- ગાંધીનગર

 

૫૬) ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ગણાતું ક્યુ ચિહ્ન સુંધુ સંસ્કૃતિની ભેટ ગણાય છે ?

- સ્વસ્તિક

 

૫૭) આદિવાસી લોકો વર્ષાઋતુંમા જંગલમાં નવું ઘાસ ઊગે ત્યારે તેની ખુશીમાં ક્યો તહેવાર ઉજવે છે ?

- નંદુરોદેવ

 

૫૮) ખ્રિસ્તી ધર્મના તીર્થસ્થળો પૈકી આરોગ્ય માતાનું મંદિર ક્યા સ્થળે આવેલુ છે ?

- પેટલાદ (ખેડા)

 

૫૯) ગ્રામસેવા મંદિર મહિલા વિધ્યાપીઠ ક્યા સ્થળે આવેલી છે ?

- નારદીપુર (ગાંધીનગર)

 

૬૦) નુતન ભારતી ગ્રામ વિધ્યાપીઠ ક્યા સ્થળે આવેલી છે ?

- મડાણાંગઢ (બનાસકાંઠા)

 

૬૧) સઘન મહિલા ગ્રામ વિધ્યાપીઠ ક્યા સ્થળે આવેલી છે ?

- ચિત્રાસણી (બનાસકાંઠા)

 

૬૨) કાળા ધાબા વડે છાયા ચિત્રો રચી અલગ જાતની ચિત્રકળા વિકસાવનાર અને સ્વાતંત્ર ચળવળોમા પણ ચિત્રો ઉપસાવી પ્રભાવિત કરનાર ચિત્રકાર કોણ હતા ?

- કનુ દેસાઈ

 

૬૩) કઈ ચિત્રકળાને અંગીકા કળા અને નાગ ચિત્રકળા પણ કહેવામા આવે છે ?

- મંજૂષા ચિત્રકળા

 

૬૪) સંગમયુગ દરમિયાન દક્ષિણ ભારતના રાજકીય જીવનમાં........નામે સંસ્થા ન્યાયને લગતી કામગીરી સંભાળતી હતી ?

- મનરમ

 

૬૫) ઐતિહાસિક ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું ?

- મીનળદેવી (મયણલ્લદેવી)

 

૬૬) સંસ્કૃતના સફળ કવિ અને દર્શનશાસ્ત્રના વિદ્ધાન શ્રી હર્ષેના મહાકાવ્યનું નામ શું હતું ?

- સિદ્ધાંત સંગહ


૬૭)  કુતુબમિનાર કોની સ્મૃતિમાં બંધાયેલો તુર્કી સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે
?

- કુતુબુદીન બખ્તીયાર

 

૬૮) ભારતના ક્યા રાજાના દરબારમાં અષ્ટ દિગ્ગજો નામે ઓળખાતા આઠ વિદ્ધાનો હતા ?

- ક્રુષ્ણ દેવરાય

 

૬૯) જન્મભૂમિ અખબારના તંત્રી કોણ હતા ?

- શામળદાસ ગાંધી

 

૭૦) સ્વતંત્રતા અખબારના તંત્રી કોણ હતા ?

- ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ

 

૭૧) કર્મભૂમિ અખબારના તંત્રી કોણ હતા ?

- અમૃતલાલ શેઠ

 

૭૨) દિલ્હી સલ્તનત સમય દરમિયાન હિન્દુ પુરાણોનો અભ્યાસ કરનાર સૌપ્રથમ ઇતિહાસ નોંધક વિદ્ધાન કોણ હતા ?

- અલબેરૂની


૭૩) “જાતિ પાતી પૂછે નહીં કોઈ
, હરિકો ભજે સો હરિકા હોઈ” મધ્યકાલના ભક્તિ આંદોલનના ક્યા સંતનો આ જીવનમંત્ર હતો ?

- રામાનંદ

 

૭૪) ઇન્ડિયન પિનલ કોડ અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર ભારતના ક્યા ગવર્નર જનરલ અને વાઈસરૉયના સમયગાળામા પસાર કરવામાં આવ્યા ?

- લોર્ડ કેનિંગ

 

૭૫) ગાંધીજીએ ક્યા કોંગ્રેસ અધિવેશનથી ઓછા/ટૂંકા વસ્ત્રો પહેરવાનો નિર્ણય લીધો, જે આજીવન પાળી બતાવ્યો.

- વિજયવાડા અધિવેશન

 

૭૬) ગુજરાતમાં સ્વદેશી આંદોલનના ભાગ સ્વરૂપ ભાવનગરમાં ક્યા સંગઠનની રચના થયેલી હતી ?

- સ્વદેશ પ્રેમી મંડળ

 

૭૭) મહારાષ્ટ્રમાં અમર નામના મેળવનાર રામશાસ્ત્રી કોના સમયના સુપ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી હતા ?

- માધવરાવ પહેલા

 

૭૮) ભારતના બંધારણના ઉદ્દેશયોમાના આર્થિક ન્યાય ની બાબતનો પ્રબંધ શામાં કરવામાં આવેલ છે ?

- ઉદ્દેશિકા અને રાજ્યનીતિના નિર્દેશક તત્વ

 

૭૯)  સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની શક્તિ કોની પાસે છે ?

- સંસદ

 

૮૦) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ લોકસભાની રચના કરવામાં આવે છે ?

- અનુચ્છેદ ૮૧

 

૮૧) જ્યારે કોઈ ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો હોય તો, કોને ખરડા પર અનુમતિ રોકવાનો અધિકાર છે ?

- રાષ્ટ્રપતિને

 

૮૨) સંસદીય સમિતિઓ પૈકી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ કલ્યાણ માટેની સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે ?

- કુલ ૩૦ (લોકસભા-૨૦, રાજ્યસભા-૧૦)

 

૮૩) તાલુકા અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ?

- વિકાસ કમિશનર

 

૮૪) ભારતના રાષ્ટ્રપતિએ એક માત્ર બાબતમાં પોતાના પોકેટ વિટોનો ઉપયોગ શાના માટે કર્યો હતો ?

- ભારત ડાકઘર (સુધારણા) બિલ

 

૮૫) લદ્દાખના પ્રથમ લેફટનન્ટ ગવર્નર જનરલ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા હતા ?

- રાધાકૃષ્ણ માથુર

 

૮૬) ઝરૂકી (Zaruki) આંતરાષ્ટ્રીય હવાઈમથક ક્યા આવેલું છે ?

- શિલોંગ

 

૮૭) ચીડના રસમાથી શું બનાવવામાં આવે છે ?

- ટર્પેંટાઈન

 

૮૮) ક્યા પ્રકારની જમીનનું નિર્માણ શિવાલીક ટેકરીઓમાથી મળેલ નિક્ષેપિત પદાર્થોથી થયેલું છે, જે ફળદ્રુપ હોય ગીચ જંગલોના વિકાસ માટે મદદ કરે છે. તેને સાફ કરી ઘઉં, ડાંગર, શેરડી વગેરે પાકો ઉગાડવામાં આવે છે ?

- તરાઈ જમીન

 

૮૯) ક્યો પાક ખરીફ તથા રવિ એમ બંને પ્રકારનો છે ?

- જુવાર

 

૯૦) રાષ્ટ્રનો પ્રથમ ગેસ આધારિત ક્યો પ્લાન્ટ એસ્સાર ગુજરાત દ્વારા સુરત પાસેના હજીરા ખાતે શરૂ કરવામાં આવેલ ?

- સ્પોન્જ આયર્ન

 

૯૧) સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે, ત્યાં તેનો પટ ૭ કિલોમીટર પહોળો છે, તે વિસ્તાર ક્યા નામે ઓળખાય છે ?

- કોપાલીની ખાડી

૯૨) છીછરો દરિયાકિનારો અને કાંપના ભરાવની ગેરહાજરીણે કારણે કચ્છનો અખાત ક્યા પ્રકારની માછલીના સંવર્ધન માટે ઉપયોગી છે ?

- ઓઈસ્ટર માછલી

 

૯૩) સિરામિક ઉધોગમાં ટાઇલ્સ અને સ્નાનગરમાં ચમક લાવવા કઈ ખનીજનો ઉપયોગ થાય છે ?

- વુલેસ્ટોનાઈટ

 

૯૪) લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા ક્યા બંદર ઉપર વેપાર જહાજો ઉપરાંત નેવી અને કોસ્ટ ગાર્ડના જહાજો બનાવવામાં આવે છે ?

- હજીરા

 

૯૫) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જે દરેક બેન્કોને નાણાં લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી અંતર્ગત ધીરે છે, તે એટ્લે......

- રેપોરેટ

 

૯૬) વિભિન્ન બેન્કો, નાણાકીય સંસ્થાઓ તથા કંપનીઓ દ્વારા જાહેર કરેલ ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડ વગેરેને શું કહે છે ?

- પ્લાસ્ટિક નાણાં (Plastic Currency)

 

૯૭) ઘર્ષણજન્ય બેકારી કોને કહેવામા આવે છે ?

- લોકો જૂની નોકરી છોડે અને નવી નોકરીની શોધમાં હોય ત્યારે જે બેકારી હોય, લોકો ભણતર પૂરું કરીને પ્રથમ વખત નોકરી શોધતા હોય ત્યારે જે બેકારી હોય તેને.

 

૯૮) વિશ્વ વ્યાપાર સંગઠન કઈ મુખ્ય ધારણા સાથે સ્થપાયેલું છે ?

- સ્પર્ધા વધશે તો વિકાસ થશે અને વ્યાપાર વધશે તો વિકાસ થશે.

 

૯૯) અટલ ઈનોવેશન કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે ?

- નીતિ આયોગ

 

૧૦૦) બંધારણમાં વસ્તુ અને સેવા કર (GST) સંબંધિત દરેક મહત્વપૂર્ણ વિષયો તેમજ GSTના દરોના નિર્ધારણ સંબંધિત વિષયો પર નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર કોને આપવામાં આવ્યો છે ?

- વસ્તુ અને સેવા કર પરિષદ (GST Council) 


For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ