GPSC પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન ભાગ - ૧ (GPSC Questions Part - 1)

નમસ્કાર મિત્રો.... આજે અમે અહિયાં GPSC ની પરીક્ષામાં પૂછાઇ ગયેલ ૫૦ પ્રશ્નો મૂકવાના છીએ. આ પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે અને GPSC ની પરીક્ષામાં પણ પૂછાઇ શકે છે. આ પ્રશનોથી તમારું જનરલ નોલેજ નું જ્ઞાન પણ વધશે. જો કોઈ પ્રશ્નમાં તમને ભૂલ જણાય તો અમને તરત જ કોમેન્ટ બોક્સમાં જણાવવું. 

GPSC GK



GPSC GK | GPSC Question Answer In Gujarati - 1 :


૧) ક્યા રાજયમાં “દરેક ઘર પાણી, દરેક ઘર સફાઈ અભિયાન” શરૂ કરવામાં આવેલ છે ?
- પંજાબ

૨) ક્યા રાજ્ય દ્વારા ન્યુમોનિયાને કારણે થતાં બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી સાંસ (SAANS – Social Awarness and Action to Neutralise Pneumonia Successfully) અભિયાન શરૂ કરવામાં આવેલ છે ?
- મધ્યપ્રદેશ

૩) કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણને અનુકૂળ અને ઓછી કિંમતવાળા સૌર પ્રકાશ ઉપકરણ “સૂર્ય જ્યોતિ” ની શરૂઆત ક્યા વર્ષમાં કરવામાં આવી હતી ? 
- ૨૦૧૬

૪) કેન્દ્રિય ઔષધિ સંસ્થા ક્યા આવેલી છે ? 
- લખનૌ

૫) ભારતમાં ક્યા વર્ષના અધિનિયમથી ભૌગોલિક સૂચક ટેગ (Geographical Indications Tags) લાગુ કરવામાં આવેલ છે ?
- ૧૯૯૯

૬) ભારતમાં પ્લાસ્ટિક કચરા પ્રબંધન નિયમ, ૨૦૧૬ અંતર્ગત પ્લાસ્ટિકની થેલીઓની ન્યૂનતમ જાડાઈ કેટલા માઈક્રોનની રાખવામાં આવેલ છે ?
- ૫૦

૭) ભારતે સ્ટોકહોમ સંધિ ક્યા વર્ષથી લાગુ કરેલ છે ?
- ૨૦૦૬

૮) ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન અને પ્રાધૌગિકી સંસ્થાન ક્યા આવેલ છે ?
- તિરુવનંતપુરમ

૯) ભારતમાં વન સર્વેક્ષણની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવી હતી ?
- ૧૯૮૧
૧૦) કેન્દ્રિય ચીફ વિજિલન્સ કમિશ્નરને કોના દ્વારા હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે ?
- રાષ્ટ્રપતિ

૧૧) લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ ભારતમાં ક્યારથી અમલમાં બનેલ છે ?
- ૧૬-૦૧-૨૦૧૪

૧૨) સંઘ લોકસેવા આયોગના સભ્યના હોદ્દાની મુદ્દત કેટલી હોય છે ?
- હોદ્દો સંભાળે તે તારીખથી છ વર્ષ અથવા ૬૫ વર્ષની ઉંમર ના થાય તે બે માથી જે વહેલું બને ત્યાં સુધી

૧૩)  દત્તોપંત ઠેંગડી રાષ્ટ્રીય બોર્ડનું કાર્ય શું છે ?
- શ્રમિક શિક્ષા અને વિકાસના હેતુ કાર્યક્રમો ચલાવવા

૧૪) બધા નાગરિકો માટે સ્વૈચ્છીક ધોરણે પેન્શન પ્રણાલી (NPS) ભારત સરકાર દ્વારા ક્યારથી લાગુ કરવામાં આવી છે ?
- ૦૧-૦૫-૨૦૦૯

૧૫) સ્ટાર્ટપ ઈન્ડિયા વેબ પોર્ટલ અને મોબાઈલ એપ ક્યા વર્ષમાં વિકસાવવામાં આવેલ અને શરૂ કરવામાં આવેલ ?
- ૨૦૧૬

૧૬) ભારતીય ડાક સેવાની સ્પીડ પોસ્ટ અંતર્ગત કેટલા કિલો સુધી વજનવાળા પત્રો અથવા પાર્સલ દેશભરમાં નિશ્ચિત સમયવિધિમાં મોકલી શકાય છે ?
- ૩૫

૧૭) “આમ આદમી વીમા યોજના” હેઠળ બે બાળકોનું કુટુંબ ધરાવતા વિમધારક સદસ્યના ધોરણ નવ થી બાર (આઈટી કોર્સ સહિત) માં અભ્યાસ કરતાં પ્રતિ બાળક/બાલિકાને વાર્ષિક કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે ?
- ૧૨૦૦ 

૧૮) ગ્રાહક ભાવ અનુક્રમણિકા (Consumer Price Index) –શહેરી માટે વર્તમાન આધાર વર્ષ ક્યુ છે ?
- ૨૦૧૨

૧૯)  રાષ્ટ્રીય આંકડાકીય સંસ્થાની સ્થાપના ક્યા આયોગની ભલામણનો સ્વીકાર કરીને કરવામાં આવેલ હતી ?
- રંગરાજન આયોગ

૨૦) અટલ ન્યુ ઈન્ડિયા ચેલેન્જની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવી હતી ?
- ૨૦૧૮-૧૯

૨૧) નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિયુક્તિ કોના દ્વારા થાય છે ?
- વડાપ્રધાન

૨૨) કઈ પંચવર્ષીય યોજનામાં આગામી દસ વર્ષોમાં પ્રતિવ્યક્તિ આવક બે ગણી કરવાનો અને વાર્ષિક વિકાસ દર જીડીપીના આઠ ટકા રખવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલ છે ?
- દસમી

૨૩) મહી અને ઢાઢર નદી વચ્ચેનો કેટલોક પ્રદેશ નીચેના પૈકી ક્યા નામે ઓળખાય છે ?
- વાકળ

૨૪) ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૮-ક ક્યો છે ?
- ચીલોડાથી ગાંધીનગર થઈને સરખેજ સુધીનો 

૨૫)  સૌરાષ્ટ્રમાં મીઠું અને તેના આધારિત ઔધોગિક એકમો પૈકી ક્યા જીલ્લામાં સૌથી વધુ એકમો આવેલા છે ?
- સુરેન્દ્રનગર

૨૬) કઈ નદી ટૂંગા પર્વતમાથી નીકળે છે ?
- રૂપેણ

૨૭)  કલકત્તા સ્થિત હુગ્લી નદી પરના હાવરા બ્રિજનું વર્ષ ૧૯૬૫માં નવું નામ ક્યુ રાખવામા આવ્યું હતું ?
- રવિન્દ્ર સેતુ

૨૮) ગુજરાતમાં બેન્ટોનાઈટ ખનીજ મુખ્યત્વે ક્યા જીલ્લામાં મોટા પ્રમાણમા મળી આવે છે ?
- કચ્છ અને ભાવનગર

૨૯) “ગોડ્જ ઓન કન્ટ્રી” (God’s Own Country) તરીકે ભારતનું ક્યુ રાજ્ય જાણીતું છે ?
- કેરળ

૩૦) મ્યાનમારની સાથે ભારતના કેટલા રાજ્યો સરહદ ધરાવે છે ?
- ચાર

૩૧) ૧૯૫૬માં રચાયેલ “મૈસૂર” નું નામ બદલીને “કર્ણાટક” ક્યા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?
- ૧૯૭૩

૩૨) ગુજરાત પછી જેનો દરિયાકિનારો લાંબો છે તે રાજ્ય નું નામ જણાવો. 
- આંધ્રપ્રદેશ

૩૩) ભારતમાં આરબોનું પ્રથમ આક્રમણ ક્યા થયું હતું ?
- મુંબઈ-થાણે ઉપર

૩૪) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઈ.સ. ૧૮૮૫-૧૯૪૭ દરમિયાન યોજાયેલ અધિવેશનમાં સૌથી વધુ વખત અધિવેશન ક્યા સ્થળે મળેલ ?
- કોલકત્તા

૩૫) અમદાવાદમા વાઈસરૉય મિન્ટો અને લેડી મિન્ટો ઉપર બે વખત બોમ્બ ફેંકાયા હતા. આ બોમ્બ કોના દ્વારા ફેંકવામાં આવેલ હતા ?
- મોહનલાલ પંડ્યા, પુંજાભાઈ વકીલ અને વસંતરાવ વ્યાસ 

૩૬) ક્યા ચાર્ટર એક્ટ દ્વારા સનદી સેવામાં પ્રવેશ માટે સ્પર્ધાત્મ્ક પરીક્ષાની જોગવાઈ કરવામાં આવી હતી ?
- ૧૮૫૩ ના

૩૭) સિકંદરને ભારત પર ચઢાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતા ?
- શશિગુપ્ત અને આંભીકુમાર

૩૮) ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ માળવાના વિશાળ પ્રદેશ પર વિજય મેળવીને તેને ગુપ્ત સામ્રાજ્યમાં ભેળવીને ક્યા રાજવીએ “સિંહવિક્રમ” ઉપાધિ ધારણ કરી હતી ?
- ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્ય)

૩૯) હડપપીય સભ્યતાના ક્યા નગરમાંથી રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે ?
- ધોળાવીરા

૪૦) ઈ.સ. પૂર્વે કઈ સદીમાં ઈરાનીઑનું ભારત પર આક્રમણ થયું હતું ?
- છઠ્ઠી સદીમાં

૪૧) રામલી ઇબ્રાહિમ ક્યા નૃત્યના વિખ્યાત કલાકાર હતા ?
- ભરતનાટ્યમ અને ઓડીસી

૪૨) સ્વ. ડો. આબાન મિસ્ત્રી ક્યા વાધના પ્રસિદ્ધ કલાકાર હતા ?
- તબલા

૪૩) હઠીગુમ્ફા (Hathigumpha) શિલાલેખ ક્યા સમ્રાટને આભારી છે ?
- ખારવેલ

૪૪) છૌ (Chhau) નૃત્ય ક્યા રાજયનું છે ?
- ઝારખંડ

૪૫) “કજરી” એ ક્યા રાજ્યનો લોકસંગીતનો એક પ્રકાર છે ?
- ઉત્તરપ્રદેશ

૪૬) નરોત્તમ બાવાભાઈ, દલપતરામ દવે, વાસુદેવ મહારાજ અને ભાવનગરના મહારાજા હજૂરિયાના છગન ગવાસ કોની સાથે સંલગ્ન હતા ?
- ચિત્રકળા

૪૭) ક્યા સંપ્રદાયના મંદિરોમા ફાગણ માસમા હોરીગીત ગવાય છે ?
- વૈષ્ણવ

૪૮)  કોણાર્કના વિશ્વપ્રસિદ્ધ સૂર્યમંદિરની સ્થાપના ઈ.સ.ની કઈ સદીમાં થઈ હતી ?
- ૧૩ મી

૪૯) લાઈ હારોબા તહેવાર ક્યા રાજયમાં મનાવવામાં આવે છે ?
- મણિપુર

૫૦) મહાજનપદ “મત્સ્ય” ની રાજધાની કઈ હતી ?
- વિરાટનગર

For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ