બિનસચિવાલય ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો ભાગ ૧ - BinSachivalay Questions In Gujarati Part 1

નમસ્કાર મિત્રો.....શું તમે બિનસચિવાલયની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ? જો હા તો અમે આજે અહી Binsachivalay Gk Questions Answers In Gujarati માં મૂકવા જઈ રહ્યા છીએ. આ પ્રશ્નો આવનારી બિનસચિવાલયની પરીક્ષામાં ખૂબ જ કામ આવી શકે છે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કામમાં આવી શકે છે. આજે અમે અહી ૫૦ પ્રશ્નો મૂકીશું. બીજા પ્રશ્નો અલગ અલગ ભાગમાં મૂકવામાં આવશે. 

BinSachivalay Questions In Gujarati Part 1



BinSachivalay GK | BinSachivalay Question Answer In Gujarati Part - 1 : 


૧)જાહેર વહીવટમાં હાલ કઈ પદ્ધતિ દુનિયાભરમાં અસ્તિત્વમાં છે ?

>>રાજશાહી,સરમુખત્યારશાહી અને ધાર્મિક સરમુખત્યારશાહી


૨) વ્યાપક અર્થમાં જાહેર વહીવટમાં સરકારની કઈ શાખાનો સમાવેશ થાય છે ?

>>ન્યાતંત્ર,કારોબારી અને ધારાગૃહ


૩) “વહીવટ ને કામ કરાવવા બાબતે સંબંધ છે, નિર્ધારિત હેતુઓ પરિપૂર્ણ કરવા સાથે તેને સંબંધ છે." આ વિધાન કોનું છે ?

>>લ્યુથર ગુલિક


૪) જાહેર વહીવટ એ સરકારનું ચોથું અંગ છે એમ કોણે પ્રસ્થાપિત કર્યું ?

>>ડબલ્યુ એફ. વિલોગ્બિ


૫) POSDCORB શબ્દ કોણે આપ્યો ?

>>ગુલિક અને ઉર્વિક


૬) વહીવટ ની બાબતમાં કઈ બાબતો અગત્યની છે ?

>>નિર્ણય પ્રક્રિયા,પ્રત્યાયન અને અંકુશ


૭) જાહેર વહીવટમાં સરકારની વહીવટી પાંખ મહત્વની છે એમ કોણે કહ્યું છે ?

>>રોબર્ટ બ્લૂમ


૮) જાહેર વહીવટનો કેન્દ્રવાદી અભિગમ કઈ સદી સુધી ચાલ્યો હતો ?

>>૧૯ મી


૯) રાજકારણ અને વહીવટ વચ્ચે તફાવત છે એમ સૌપ્રથમ કોણે કહ્યું ?

>>વુડરો વિલ્સન


૧૦) જાહેર વહીવટમાં મૂલ્યો કે ધોરણોનો સમાવેશ થાય છે એએમ કોણે કહ્યું ?

>>રોબર્ટ દાહલ


૧૧) ‘ધ પ્રિન્સ' પુસ્તક કોણે લખ્યું છે ?

>>મેકિયાવેલી


૧૨) ગુલિક અને ઉર્વિક દ્વારા શેને જાહેર વહીવટનો સિદ્ધાંત ગણવામાં આવ્યો છે ?

>>દિશાનિર્દેશ અને સંકલન


૧૩) “કાર્યક્ષમતા અને કરકસર એ જાહેર વહીવટના મુખ્ય સૂત્રો છે” આ વિધાન કોનું છે ?

>>લિયોનાર્ડ વ્હાઇટ


૧૪) જાહેર વહીવટની વિધાશાખામાં કઈ પેટાશાખાનો સમાવેશ થાય છે ?

>>સંગઠનાત્મક સિદ્ધાંત, સંગઠનાત્મક વર્તન અને જાહેર મહેકમનો વહીવટ


૧૫) “જાહેર વહીવટ સરકારના વહીવટ સાથે સંબંધિત છે” આ વિધાન કોનું છે ?

>>ઇ.એન. ગ્લેડ્ન


૧૬) જાહેર વહીવટનો સંકલિત અભિગમ શું છે ?

>> તેમાં કોઈક હેતુ પૂર્ણ કરવા માટે થતી તમામ પ્રવૃતીઓને આવરી લેવામાં આવે છે. , તે સંચાલકીય,ટેકનિકલ,કારકુની અને ભૌતિક પ્રવૃતિઑનો સરવાળો છે. , તે જે સંબંધિત એજન્સીના વિષયવસ્તુ ઉપર આધાર રાખે છે.


૧૭) જાહેર વહીવટમાં શું થવું જોઈએ અને શું ના થવું જોઈએ એવું ક્યાં અભિગમમાં વિચારવામાં આવે છે ?

>> દાર્શનિક અભિગમ


૧૮) જાહેર વહીવટમાં જાહેર સત્તાધીશોના કાર્યો, સત્તાઓ અને મર્યાદાઑ ઉપર ક્યાં અભિગમમાં ધ્યાન આપવામાં આવે છે ?

>>કાનૂની અભિગમ


૧૯) “જો આપણી સભ્યતા નિષ્ફળ જાય તો તેનું મુખ્ય કારણ વહીવટી તંત્ર તૂટી પડવાનું હશે." આ વિધાન કોનું છે ?

>> ડબલ્યુ.બી. ડોન્હામ


૨૦) જાહેર વહીવટી તંત્રની ભૂમિકા શું છે ?

>>તે રાજ્ય દ્વારા ઘડવામાં આવતા નીતિઓ,કાયદાઓ અને કાર્યક્રમોનો અમલ કરવા માટેનું સાધન છે. , તે સરકારનો પાયો છે. , તે સમાજમાં સ્થિરતાનું પરિબળ છે.


૨૧) ‘વહીવટ એ સરકારનો સૌથી સ્પષ્ટ ભાગ છે. જાહેર વહીવટ એટ્લે સરકારનું કાર્ય,એ સરકારની અમલકારી, કાર્ય કરતી અને સૌથી વધુ દશ્યમાન બાબત છે.”

>>વુડરો વિલસ્ન


૨૨) “વિષયવસ્તુને આધારે વહીવટ એક ક્ષેત્ર અને બીજા ક્ષેત્ર વચ્ચે બદલાય છે." આ વિધાન શું વ્યક્ત કરે છે ?

>>વહીવટનો સંકલિત દ્રસ્તિકોણ


૨૩) કોઈ હેતુ સિદ્ધ કરવા માટે જે ભૌતિક,કારકુની,સંચલકીય અને ટેકનિકલ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તે વહીવટ છે. આ વિધાન શું કહેવાય ?

>>વહીવટનો સંકલિત દ્રષ્ટિકોણ


૨૪) વહીવટના સંકલિત દ્રષ્ટિકોણ નો ખ્યાલ કોણે આપ્યો ?

>>એલ.ડી.વ્હાઇટ અને એમ.ઇ.ડીકોક


૨૫) જાહેર વહીવટની વિશેષતા શું છે ?

>> એ મનુષ્યના તમામ પાંસાને સ્પર્શે છે.


૨૬) જાહેર વહીવટમાં ખર્ચ ઉપર કેવું નિયંત્રણ હોય છે ?

>>જાહેર નિયંત્રણ


૨૭) જાહેર વહીવટ અને ખાનગી વહીવટ બંને માં શું જરૂરી છે ?

>> જનસંપર્ક,કર્મચારીઑનું કલ્યાણ અને કર્મચારીઓની ભરતી અને બઢતી ના ધોરણો


૨૮) “કાયદાનો અમલ કરવા માટે સરકાર જે કઈ કાર્ય કરે છે તે જાહેર વહીવટ કરે છે." આ વિધાન કોનું છે ?

>> એચ. વોકર


૨૯) જાહેર વહીવટમાં “શું છે” તેનું વિશ્લેષ્ણ થાય તો તેને ક્યો અભિગમ કહેવાય ?

>>અનુભવાશ્રિત અભિગમ


૩૦) “જાહેર વહીવટ મોટું સર્જનાત્મક બળ છે અને તેનો આદર્શ મનુષ્યનું કલ્યાણ છે” આ વિધાન કોનું છે ?

>> એચ. ફાઇનર


૩૧) જાહેર વહીવટમાં “શું હોવું જોઈએ ?” તેનું વિશ્લેષણ થાય તો તેને ક્યો અભિગમ કહેવાય ?

>>ધોરણલક્ષી અભિગમ


૩૨) ભારતમાં શાના વહીવટનો સમાવેશ જાહેર વહીવટમાં થાય છે ?

>>ગ્રામ પંચાયત , કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર


૩૩) ગુજરાતમાં શાના વહીવટનો સમાવેશ જાહેર વહીવટમાં થાય છે ?

>> GIDC,તકેદારી પાંચ અને રાજ્ય માહિતી પંચ


૩૪) જાહેર વહીવટની પોતાની કોઈ નિશ્ચિત સરહદો હોતી નથી કારણ કે.......

>>સરકારની પ્રવૃત્તિઓ ઘટે છે. , સરકારની પ્રવૃત્તિઓ વધે છે. અને સરકારની પ્રવૃત્તિઓ સંજોગો અનુસાર બદલાય છે.


૩૫) શાનો વહીવટ જાહેર વહીવટ કહેવાય ?

>>તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત , ગ્રામ પંચાયત , રાજ્ય સરકાર , નગરપાલિકા


૩૬) “સરકારનું કાર્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું તથા કલ્યાણ સાધવા લોકોના માર્ગ મોકળો કરવાનું છે" એમ કોણ માને છે ?

>> વ્યક્તિવાદીઑ


૩૭) “ચોક્કસ વિસ્તારમાં કાયદા માટે વ્યવસ્થિત થયેલો માનવસમુહ એટ્લે રાજ્ય” આ વિધાન કોનું છે ?

>> વુડરો વિલ્સન


૩૮) જાહેર વહીવટમાં અંકુશને મોટેભાગે શાની સાથે સંબંધ હોય છે ?

>> હોદ્દો


૩૯) ચાણક્યએ રાજ્યના કેટલા અંગો ગણાવ્યા છે ?

>> સાત


૪૦) કૌટિલ્ય શાસન કોને કહે છે ?

>>રાજાની આજ્ઞા


૪૧) કૌટિલ્યના મતે રાજા અને રાજ્ય મળીને શું થાય છે ?

>> પ્રકૃતિ


૪૨) કૌટિલ્યના અનુસાર સારા રાજ્યનું લક્ષણ શું છે ?

>>તેમાં સારા સ્થાનો આવેલા હોય, લોકોને પોતાના જીવનનિર્વાહના સાધનો મળી શકતા હોય અને પાણી માટે વરસાદ પર આધાર ન રાખવો પડતો હોય.


૪૩) કૌટિલ્યના મતે ધર્મન્યાય એટ્લે શું ?

>>બુદ્ધિની મદદથી અપાતો ન્યાય


૪૪) કૌટિલ્ય શાની મદદથી રાજાને પ્રજાનું રક્ષણ કરવા કહે છે ?

>>ધર્મ


૪૫) કૌટિલ્ય રાજાને શું અનુસરીને  શાસન કરવા કહે છે ?

>>ચારિત્રય,ન્યાય,ધર્મ અને વ્યવહાર


૪૬) ચાણક્યએ રાજ્યના અંગોમા શાનો સમાવેશ કરેલો છે ?

>>સ્વામી,અમાત્ય,જનપદ,દુર્ગ,કોશ,દંડ,મિત્ર.


૪૭) ચાણક્યના મત અનુસાર રાજાએ કોની મદદથી શાસન કરવાનું છે ?

>> મંત્રી પરિષદ અને અમાત્યો


૪૮) કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ક્યો ખ્યાલ પ્રવર્તે છે ?

>>રાજાથી અન્યાય થઈ જાય તો તેને પોતાને દંડાધીન થવું. ,  રાજાથી અન્યાય થઈ જાય તો તેને પ્રાયશ્ચિત કરીને પોતાની જાતને સજા કરવી , કાયદાને જીવતો જાગતો રાખવો એ રાજાનો ધર્મ છે.

૪૯) અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ એમ કોણે કહ્યું છે ?

>>કૌટિલ્યએ


૫૦) કૌટિલ્યના મત અનુસાર દંડને જ્યારે બાજુ ઉપર મૂકવામાં આવે ત્યારે....................

>> મત્સય ન્યાય ઊભો થાય છે. 


For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ