બિનસચિવાલય ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો ભાગ ૨ - BinSachivalay Questions In Gujarati Part 2

નમસ્કાર મિત્રો.....શું તમે બિનસચિવાલયની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ? જો હા તો અમે આજે અહી Binsachivalay Gk Questions Answers In Gujarati માં મૂકવા જઈ રહ્યા છીએ. આ પ્રશ્નો આવનારી બિનસચિવાલયની પરીક્ષામાં ખૂબ જ કામ આવી શકે છે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કામમાં આવી શકે છે. આજે અમે અહી ૫૦ પ્રશ્નો મૂકીશું. બીજા પ્રશ્નો અલગ અલગ ભાગમાં મૂકવામાં આવશે. 



BinSachivalay GK | BinSachivalay Question Answer In Gujarati Part - 2 : 


૫૧) કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રાજ્યના કર્મચારીઓ નાણાની ઉચાપાત કર્તા હોવાના કેટલા માર્ગો દર્શાવ્યા છે ?

>>૨૪


૫૨) જાહેર વહીવટ માટે અનિશ્ચિતતાનો સમયગાળો ક્યો કહેવાય છે ?

>>૧૯૨૭-૩૭


૫૩)   ૧૯૨૭-૩૭ ના જાહેર વહીવટના તબક્કામાં ક્યો ખ્યાલ વિકસ્યો છે ?

>>જાહેર વહીવટ એ સંચાલનનું મૂલ્યમુક્ત વિજ્ઞાન છે.


૫૪) જાહેર વહીવટમાં ક્યો તબક્કો ઓળખની કટોકટીનો છે ?

>>૧૯૪૮-૭૦


૫૫) ‘નુતન જાહેર વહીવટ’ નો શબ્દપ્રયોગ જાહેર વહીવટના વિકાસના ક્યાં તબક્કામાં થવા માંડ્યો ?

>>૧૯૭૧ પછી


૫૬) વિવિધ વિષયોના નિષ્ણાતોની જરૂરિયાત જાહેર વહીવટમાં ક્યાં તબક્કામાં વધી ?

>>૧૯૭૧ પછી


૫૭) જાહેર વહીવટ એક વિજ્ઞાન છે એવો ખ્યાલ ક્યાં તબક્કા માં વિકસ્યો હતો ?

>> ૧૮૮૭-૧૯૨૬


૫૮) કોના પુસ્તક ‘Principles of Public Administration’ થી જાહેર વહીવટની બીજા તબક્કાની શરૂઆત થઈ ?

>> ડબલ્યુ. એફ. વિલોગબી


૫૯) નીતિ ઘડતરમાં વહીવટ મહત્વની ભૂમિકા ભજવે છે એ ખ્યાલ જાહેર વહીવટના ક્યાં તબક્કામાં ઊભો થયો ?

>>૧૯૭૧ પછીનો


૬૦) “જાહેર વહીવટના સિદ્ધાંતનો અર્થ રાજકારણનો સિદ્ધાંત પણ છે." એવું ક્યાં તબક્કામાં કહેવાયું ?

>>૧૯૪૮-૭૦


૬૧) જાહેર વસ્તુઓની પસંદગી અંગેના મરજિયાત વિનિમયનો સિદ્ધાંત કોણે આપ્યો ?

>> એરિક લિન્ડહોલ


૬૨) લોકો જાહેર વસ્તુઓની સાચી પસંદગી વ્યક્ત કરતાં હોતા નથી એમ કોણ માને છે ?

>> પોલ સેમ્યુલ્સ્ન


૬૩) જાહેર વસ્તુઓના કિસ્સામાં “પ્રાપ્ત થઈ શકે તેવા શ્રેષ્ઠ પરમ સુખનો ખ્યાલ કોણે આપ્યો છે ?

>>પોલ સેમ્યુલ્સ્ન


૬૪) શાને કારણે ઉદારીકરણના યુગમાં જાહેર વહીવટ સામે પડકાર ઊભો થયો છે ?

>>વિજ્ઞાન અને ટેક્નોલોજી નો વિકાસ


૬૫) જાહેર વહીવટમાં ઉદરીકરણના યુગમાં કઈ નવી વાત જોવા મળે છે ?

>> જાહેર-ખાનગી ભાગીદારી , રાજકીય અર્થતંત્ર અને ટેકનિકલ કાર્યક્ષમતાની જરૂરિયાત


૬૬) ઉદરીકરણમાં જાહેર વહીવટની ભૂમિકા શી રહી છે ?

>> બજારનું નિયમન કરવું


૬૭) ભારતમાં સરકારી પંચની રચના કેવી રીતે થાય છે ?

>> બંધારણ દ્વારા , સરકારના ઠરાવ દ્વારા અને વિધાનસભા અને સંસદના કાયદા દ્વારા


૬૮) સરકાર શેના માટે પંચની રચના કરે છે ?

>> ભ્રષ્ટાચારની તપાસ માટે , કોઈક ઘટનાની તપાસ માટે અને કોઈક ક્ષેત્રનું નિયમન કરવા માટે


૬૮) સરકાર દ્વારા નિમાતા પંચનું કાર્ય કેવું હોય છે ?

>> વહીવટી,અદાલતી અને અર્ધ-અદાલતી


૬૯) જ્યારે નીતિઓ ઘડવામાં વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા બોર્ડસ ની રચના કરાય છે એમ કોણે કહ્યું છે ?

>> પ્રો. વિલોગબી


૭૦) સરકાર દ્વારા રચવામાં આવતા બોર્ડસ કેવા હોય છે ?

>> તેના બધા સભ્યો સનયુક્ત રીતે જે તે સરકારી વિભાગ ને જવાબદાર હોય. બોર્ડ સંયુક્ત રીતે નીતિ ઘડવા માટે જવાબદાર હોય. તેના સભ્યોની જવાબદારી વહેંચાયેલી હોય અને તે સરકારને સલાહ આપવા માટે હોય.


૭૧) કઈ સરકાર વિવિધ પ્રકારના બોર્ડ્સ ની રચના કરે છે ?

>>ભારત સરકાર અને રાજ્ય સરકાર


૭૨) ભારતમાં સરકાર જે બોર્ડ્સ ની રચના કરે છે એમાં કોણ સભ્યો હોય છે ?

>> નિષ્ણાતો , સાંસદો , ધારાસભ્યો , અધિકારીઑ


૭૩) સરકારની સલાહકાર સમિતિ ની રચના શાના આધારે થાય છે ?

>> સરકારી ઠરાવ


૭૪) સરકારનો ક્ષેત્રિય વહીવટી વિસ્તાર ક્યાં પરિબળને આધારે નક્કી થાય છે ?

>> ઐતિહાસિક,ભૌગોલિક અને રાજકીય


૭૫) ક્ષેત્રિય કચેરીમાં જે વહીવટી એકમ કે અધિકારી હોય એ કયુ કામ કરે છે ?

>> આયોજન અને સંકલન , નિયંત્રણ નિર્દેશન


૭૬) ભારતમાં નાણાં ક્ષેત્રે નિયમનકારી સંસ્થાઓ કઈ ?

>>નાણાં મંત્રાલય , RBI , SEBI , IRDA , PFRDA


૭૭) ભારતમાં નિયમનકારી સંસ્થાઓની સ્થાપના શા માટે કરવામાં આવી છે ?

>> ૧૯૯૧ પછી ભારત સરકારે ખાનગી ક્ષેત્ર પીઆર અંકુશ રાખવાનું છોડી દીધું , સરકાર બજારમાં સ્પર્ધા જાળવી રાખવા માંગે છે, , ગ્રાહકોનું શોષણ ન થાય તે માટે.


૭૮) નિયમનકારી સંસ્થાઓ ભારતમાં અર્થતંત્રના ક્યાં ક્ષેત્રમાં કામ કરે છે ?

>>વીજળી , શેર બજાર , દુરસંચાર


૭૯) ભારતીય અર્થતંત્રમાં નિયમનકારી સંસ્થાઓ ક્યાં ક્ષેત્રમાં કામ કરે છે ?

>> પેટ્રો પેદાશો , વીમો , નાણાં બજાર


૮૦) TRAI ની સ્થાપના ક્યારે થઈ ?

>>૧૯૯૨


૮૧) ‘TRAI’ ગ્રાહકોના હિતમાં ક્યા ક્ષેત્રમાં કામ કરે છે ?

>>ટેલિકોમ સેવાની ગુણવત્તા , ટેલિકોમ સેવાના છૂટક અને જથ્થાબંધ દર , ટેલિકોમ સેવાઓની જોગવાઈમાં પારદર્શિતા


૮૨) TRAI ભારત સરકારને ટેલિકોમ ક્ષેત્રે શાને વિષે ભલામણ કરે છે ?

>>સ્પેક્ટ્રમ,પરવાના અને ટેલિકોમની સાર્વત્રિક પહોંચ


૮૩) TRAI  ભારત સરકારને ટેલિકોમ ક્ષેત્રે શાને વિષે ભલામણ કરે છે ?;

>> મોબાઈલ નંબરની પોટેબલિટી , એફ.એમ. રેડિયો અને માધ્યમોની માલિકી


૮૪) TRAI ધારામાં ક્યારે સુધારો કરાયો હતો ?

>>૨૦૧૧


૮૫) TRAI નું પૂરું નામ જણાવો ?

>> Telecom Regulatory Authority of India


૮૬) SEBI ની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો ?

>> ૧૯૯૨


૮૭) સેબી ની સ્થાપના ક્યાં હેતુસર કરવામાં આવી ?

>> જામીનગિરીઓમાં રોકાણ કરનારાઓના હિતોના રક્ષણ કરવું. , જામીનગિરિ બજારનો વિકાસ કરવો. , જામીનગિરિ બજારનું નિયમન કરવું. , જામીનગિરિ બજાર સાથે સંબંધિત તમામ બાબતોનું નિયમન કરવું.


૮૮) સેબી કયું કામ કરે છે ?

>> શેર બજારના કામકાજનું નિયમન કરવું , જામીનગિરિ બજારના કામકાજનું નિયમન કરવું , શેર દલાલોની નોંધણી કરવી , પેટા શેર દલાલોની નોંધણી કરવી અને તેના કામકાજનું નિયમન કરવું , શેર ટ્રાન્સફર એજન્ટોની નોંધણી કરવી અને તેમના કામકાજનું નિયમન કરવું , પોર્ટફોલિયો મેનેજર્સના કામકાજનું નિયમન કરવું.


૮૯) સેબીના સંચાલક બોર્ડમાં કેટલા સભ્યો હોય છે ?

>>


૯૦) સેબીના અધ્યક્ષ અને બોર્ડના સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

>> કેન્દ્ર સરકાર


૯૧) SEBI નું પૂરું નામ જણાવો ?

>>Securities and Exchange Bord of India


૯૨) કેન્દ્રિય વીજ નિયમનકારી પંચની સ્થાપના ક્યાં કાયદા હેઠળ કરવામાં આવી ?

>>વીજ નિયમનકારી પંચ ધારો - ૧૯૯૮


૯૩) હાલ વીજ નિયમનકારી પંચ ક્યાં કાયદા હેઠળ કામ કરે છે ?

>>વીજળી ધારો - ૨૦૦૩


૯૪) કેન્દ્રિય વીજ નિયમનકારી પંચનું મિશન શું છે ?

>>જથ્થાબંધ વીજળીના બજારમાં સ્પર્ધા , કાર્યક્ષમતા અને ઓછા ખર્ચને પ્રોત્સાહન આપવું. , વીજ પુરવઠાની ગુણવત્તામાં વધારો કરવો. , વીજળી ક્ષેત્રે મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું, , ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું. , વીજળીની માંગ અને પુરવઠા વચ્ચે ખાઈ દુર કરવા સરકારને સલાહ આપવી. , સંસ્થાગત અવરોધો દૂર કરવા સરકારને સલાહ આપવી.


૯૫) ગુજરાત વીજ નિયમનકારી પંચની સ્થાપના ક્યારે થઈ ?

>> ૧૯૯૮


૯૬) રાજયોના વીજ નિયમનકારી પંચમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્ય હોય છે ?

>>


૯૭) કેન્દ્રિય વિજ નિયમનકરી પંચમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્યો હોય છે ?

>>


૯૮) ગુજરાત વીજ નિયમનકારી પંચ માં ગ્રાહકો કોને ફરિયાદ કરી શકે છે ?

>> વીજ લોકપાલ


૯૯) PFRDA (પેન્શન ફંડ નિયમનકરી અને વિકાસ સત્તામંડળ) ની સ્થાપના કરતો કાયદો ક્યારે કરવામાં આવ્યો ?

>>૨૦૧૩


૧૦૦) PFRDA (પેન્શન ફંડ નિયમનકરી અને વિકાસ સત્તામંડળ) કોને માટે પેન્શન વ્યવસ્થા ઊભી કરે છે ?

>> વૃદ્ધો


For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ