બિનસચિવાલય ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો ભાગ ૩ - BinSachivalay Questions In Gujarati Part 3

નમસ્કાર મિત્રો.....શું તમે બિનસચિવાલયની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ? જો હા તો અમે આજે અહી Binsachivalay Gk Questions Answers In Gujarati માં મૂકવા જઈ રહ્યા છીએ. આ પ્રશ્નો આવનારી બિનસચિવાલયની પરીક્ષામાં ખૂબ જ કામ આવી શકે છે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કામમાં આવી શકે છે. આજે અમે અહી ૫૦ પ્રશ્નો મૂકીશું. બીજા પ્રશ્નો અલગ અલગ ભાગમાં મૂકવામાં આવશે. 



BinSachivalay GK | BinSachivalay Question Answer In Gujarati Part - 3 : 


૧૦૧) વચગાળાના PFRDA (પેન્શન ફંડ નિયમનકરી અને વિકાસ સત્તામંડળ) ની સ્થાપના ક્યારે થઈ હતી ?

>>૨૦૦૩


૧૦૨) PFRDA દ્વારા રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) ક્યારે શરૂ કરવામાં આવી ?

>> ૨૦૧૪


૧૦૩) PFRDA ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

>> કેન્દ્ર સરકાર


૧૦૪) PFRDA (પેન્શન ફંડ નિયમનકરી અને વિકાસ સત્તામંડળ) નું કાર્ય શું છે ?

>>રાષ્ટ્રીય પેન્શન યોજનાનું નિયમન કરવું. , રાષ્ટ્રીય પેન્શન યોજના સિવાયની પેન્શન યોજનાઓનું નિયમન કરવું. . પેન્શન યોજના સાથે સંબંધિત વ્યવસાયી સંગઠનોને પ્રોત્સાહન આપવું. , પેન્શન યોજનાના સભ્યોના હિતોનું રક્ષણ કરવું. , પેન્શન ફંડોની યોજનાઓને મંજૂરી આપવી. , પેન્શન ફંડની નોંધણી કરવી અને તેમનું નિયમન કરવું. , પેન્શન ફંડો વચ્ચેના વિવાદોનું સમાધાન કરવું. , પેન્શન ફંડ અને સભ્યો વચ્ચેના વિવાદોનું સમાધાન કરવું. , સભ્યોની ફરિયાદોના નિવારણ માટે તંત્ર સ્થાપવું.


૧૦૫) IRDA ( વીમા નિયમનકારી અને વિકાસમંડળ) ના કાર્યો જણાવો ?

>> તે વીમા કંપનીઓની નોંધણી કરે છે. , તે પોલિસી ધારકોના હિતોનું રક્ષણ કરે છે. સર્વેયર માટે આચારસંહિતા ઘડે છે. , વીમા એજન્ટોની લાયકાતો નક્કી કરે છે. વીમાના ધંધામાં કાર્યક્ષમતા લાવવી. , વીમા કંપનીઓના ધંધા અંગે તપાસ કરવી.


૧૦૬) IRDA ની સ્થાપના કરનારો કાયદો ક્યારે ઘડાયો ?

>>૧૯૯૯


૧૦૭) રિઝર્વ બેન્કની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો ?

>>૧૯૩૪


૧૦૮) રિઝર્વ બેન્કનો મુખ્ય ઉદ્દેશ્ય શો છે ?

>> ભારતમાં નાણાકીય સ્થિરતા જાળવવી. , દેશની ચલણની અને ધિરાણની વ્યવસ્થા ચલાવવી. , ચલણી નોટો જારી કરવી અને તેમનું નિયમન કરવું.


૧૦૯) રિઝર્વ બેન્કના બોર્ડમાં કેટલા સભ્યો હોય છે ?

>>૧૯


૧૧૦) ક્યાં બે મુખ્ય કાયદા હેઠળ રિઝર્વ બેન્ક નાણાં બજાર ઉપર નિયંત્રણ નું કાર્ય કરે છે ?

>> RBI ધારો - ૧૯૩૪ અને બેંકિંગ નિયમન ધારો - ૧૯૪૯


૧૧૧) રિઝર્વ બેન્ક ક્યાં કાર્યો કરે છે ?

>> નાણાં નીતિ ઘડે છે અને તેનો અમલ કરે છે અને તેના પર દેખરેખ રાખે છે. , ભાવોમાં સ્થિરતા જાળવે છે. , ઉત્પાદનના ક્ષેત્રોમાં પર્યાપ્ત ધિરાણનો પ્રવાહ વહે તે સુનિશ્ચિત કરે છે. , બેંકિંગ ક્ષેત્રની કામગીરીના માપદંડો નક્કી કરે છે. વિદેશી હુંડિયામણ નિયમન ધારો (ફેમાં) નું સંચાલન કરે છે. , વિદેશ વ્યાપારનો માર્ગ સુગમ કરે છે. વિનિમય બજારનો વ્યવસ્થિત વિકાસ થાય તે જોવું. ચલણ જારી કરવું અને ઉપયોગ માટે અયોગ્ય એવા ચલણનો નાશ કરવો.

૧૧૨) સહકારી બેન્કો RBI ના નિયમન હેઠળ ક્યારે આવી ?

>>૧૯૬૬


૧૧૩) ચુકવણી ની વ્યવસ્થા ઉપર નિયમન રાખવાની સત્તા RBI ને ક્યારે મળી ?

>>૨૦૦૩


૧૧૪) ગુજરાત નાગરિક સેવા અધિકાર ધારો ક્યારે ઘડાયો ?

>>૨૦૧૩


૧૧૫) ગુજરાત નાગરિક સેવા અધિકાર ધારો શાનો હક ઊભો કરે છે ?

>>જાહેર સેવાઓ દરેક નાગરિકને નિર્ધારિત સમયમાં મળે અને નાગરિકોની ફરિયાદોનું નિવારણ નિર્ધારિત સમય મર્યાદામાં થાય.


૧૧૬) ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારા હેઠળ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક ક્યાં થાય છે ?

>> રાજ્ય સરકારની તમામ કચેરીઓ, મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત અને નોટિફાઈડ એરિયામાં


૧૧૭) ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારા હેઠળ જો ફરિયાદ નિવારણ અધિકારી ફરિયાદનો ઉકેલ ના લાવે તો કોને અપીલ કરી શકાય ?

>> ડેઝીગ્નેટેડ ઓર્થોરિટી


૧૧૮) ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારા હેઠળ જો ડેઝીગ્નેટેડ ઓર્થોરિટી ફરિયાદ નિવારણ નું કાર્ય ના કરે તો કોને અપીલ કરી શકાય છે ?

>>સ્ટેટ એપ્લેટ ઓર્થોરિટી


૧૧૯) ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારા હેઠળ સૌ પ્રથમ કોને ફરિયાદ કરવાની છે ?

>>ફરિયાદ નિવારણ અધિકારી


૧૨૦) ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે ક્યો પ્રોજેકટ અમલમાં મૂક્યો છે ?

>>સ્વાગત


૧૨૧) નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે ‘સ્વાગત' પ્રોજેકટ ગુજરાત સરકારની કોની કચેરી સાથે સંબંધિત છે ?

>> મુખ્ય પ્રધાન


૧૨૨) નાગરિકોની ફરિયાદોના નિવારણ માટેના ગુજરાત સરકારના ‘સ્વાગત' પ્રોજેકટ ની શરૂઆત ક્યારે થઈ ?

>>૨૦૦૩


૧૨૩) ‘સ્વાગત’ પ્રોજેકટ હેઠળ ગુજરાતનાં મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ?

>> દર મહિનાના ચોથા ગુરુવારે


૧૨૪) ‘સ્વાગત' પ્રોજેકટ અંતર્ગત ગુજરાતમાં ફરિયાદોના નિવારણ ઉપર ક્યારે રાજ્ય , જિલ્લા અને તાલુકા સ્તરે ધ્યાન અપાય છે ?

>> દર મહિનાના ચોથા બુધવારે અને ગુરવારે


૧૨૫) સામાજિક અન્વેષણ સામાન્ય રીતે કોણ કરે છે ?

>>નાગરિક


૧૨૬) સામાજિક અન્વેષણ સામાન્ય રીતે શાને માટે હાથ ધરાય છે ?

>> સરકારી યોજનાઓ માટે


૧૨૭) સામાજિક અન્વેષણ ના પાયાનો ઉદ્દેશ્ય શું છે ?

>>સરકારની પરિયોજનાના અમલમાં પારદર્શિતા લાવવી , સરકારી યોજનાઓના અમલમાં ઉત્તરદાયિત્વ ઊભું કરવું , સરકારની નીતિઓ અને કાયદાનોના અમલમાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ ઊભા કરવા


૧૨૮) ભારતમાં સામાજિક અન્વેષણ ની શરૂઆત સૌપ્રથમ ક્યાં થઈ હતી ?\

>>રાજસ્થાન


૧૨૯) સામાજિક અન્વેષણથી શો લાભ થાય છે ?

>> સમુદાયને સહભાગી સ્થાનિક આયોજનની તાલીમ મળે છે, સ્થાનિક લોકશાહીને પ્રોત્સાહન મળે છે , સમુદાયની સહભાગિતાને પ્રોત્સાહન મળે છે , તકવંચિત જૂથોને લાભ મળે છે , સામૂહિક નિર્ણય પ્રક્રિયાને પ્રોત્સાહન મળે છે , માનવ સંસાધનો અને સમાજિક મૂડીનો વિકાસ થાય છે.


૧૩૦) સામાજિક અન્વેષણ માં નાગરિક સમક્ષ શું રજૂ થાય છે ?

>>બજેટની ફાળવણી , લાભાર્થીઓના નામ , લાભાર્થીઓને થયેલા લાભ , સરકારના હિસાબો , નાગરિકોને સરકાર દ્વારા આપવામાં આવેલા પરવાના , મુક્તિઓ , કરારો , તમામ પ્રકારના નોંધણી પત્રકો.


૧૩૧) ગુજરાતમાં જન સેવા કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ ?

>> ૨૦૦૪


૧૩૨) ભારતમાં જાહેર સેવાઓ વિષે ‘રિપોર્ટ કાર્ડ' ની પદ્ધતિ સૌપ્રથમ કોને શોધી હતી ?

>> પબ્લિક અફેર્સ સેન્ટર - બેંગ્લોરે


૧૩૩) ભારતમાં માહિતી અધિકાર ધારો ક્યારે અમલમાં આવ્યો ?

>>૧૨-૧૦-૨૦૦૫


૧૩૪) કેન્દ્રિય માહિતી પંચની રચના કોણ કરે છે ?

>>રાષ્ટ્રપતિ


૧૩૫) માહિતીના અધિકારનો અર્થ શો છે ?

>>સરકારી કામો દસ્તાવેજો અને નોંધોનું નિરીક્ષણ ,  સરકારી કામો દસ્તાવેજો અને નોંધોની નોંધ , સારાંશ કે પ્રમાણિત નકલો મેળવવી , સામગ્રીના પ્રમાણમા નમૂના મેળવવાં , પ્રિન્ટ આઉટ , ડિસ્ક ફ્લૉપી , ટેપ વિડીયો કેસેટ , કે બીજી કોઈ રીતે માહિતી મેળવવી.


૧૩૬) રાજ્ય માહિતી પંચની નિમણૂક કોણ કરે છે ?

>>રાજયપાલ


૧૩૭) રાજ્ય માહિતી પંચમાં મુખ્ય માહિતી કમિશનર ઉપરન્ત કેટલા માહિતી કમિશનર હોય છે ?

>> ૧૦ થી વધુ નહિ


૧૩૮) માહિતી અધિકાર ધારા હેઠળ કોણ માહિતી આપવા માટે બંધાયેલું હોય છે ?

>>ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત


૧૩૯) માહિતી અધિકાર ધારા હેઠળ જો કોઈ વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સંબંધી માહિતી માંગવામાં આવે તો તે કેટલા સમયમાં પૂરી પાડવાનું ફરજિયાત છે ?

>> ૪૮ ક્લાક


૧૪૦) માહિતી અધિકાર ધારા હેઠળ કઈ માહિતી માંગી શકાય ?

>> સરકારનો કોઈ વિભાગની , વિધાનસભા સચિવાલય , મહાનગપાલિકા , સરકારની ગ્રાન્ટ મેળવતી શાળા , સરકારની ગ્રાન્ટ મેળવતી કોલેજ , સરકારની ગ્રાન્ટ મેળવતી યુનિવર્સિટી


૧૪૧) જો જાહેર માહિતી અધિકારી માહિતી પૂરી ના પાડે તો ?

>>રાજ્ય માહિતી પાંચમા અપીલ કરી શકાય


૧૪૨) માહિતી અધિકાર ધારા હેઠળ નિયમો બનાવવાની સત્તા કોની પાસે છે ?

>>કેન્દ્ર સરકાર , રાજ્ય સરકાર , કોઈપણ સક્ષમ સત્તાવાળા


૧૪૩) કેન્દ્રિય માહિતી પંચની નિમણૂક સમિતિમાં કોણ હોય છે ?

>> વડાપ્રધાન , લોકસભાના વિપક્ષી નેતા અને વડાપ્રધાન કહે તે પ્રધાન


૧૪૪) “નાગરિક સમાજ એક સ્માવેશક છત્રી જેવો ખ્યાલ છે કે જેમાં રાજ્ય બહારની અનેક સંસ્થાઓનો સમાવેશ થાય છે” આ વિધાન કોનું છે ?

>>જેફરી એલેક્સઝાન્ડર


૧૪૫) “નાગરિક સમાજ એક સંગઠિત સમાજ છે કે જેના ઉપર રાજ્ય શાસન કરે છે” આ વિધાન કોનું છે ?

>> એસ., કે. દાસ


૧૪૬) વીસમી સદીમાં નાગરિક સમાજનું સૌપ્રથમ તાત્વિક વિશ્લેષણ સૌપ્રથમ કોને કર્યું ?

>>એંટોનિયો ગ્રામસી


૧૪૭) નાગરિક સમાજમાં કોનો સમાવેશ થાય છે ?


>> બિનસરકારી સંગઠનો , સહકારી મંડળીઓ , મહિલાઓના જૂથો , મજૂર મંડળો , ખેડૂતોના મંડળો , સમુદાય આધારિત સંગઠનો , ગુજરાત ખેત કામદાર યુનિયન , મજૂર મહાજન સંઘ , SEWA


૧૪૮) ગુજરાતમાં નાગરિકોનું ખતપત્ર ક્યારે દાખલ કરાયું ?

>> ૧૯૯૮


૧૪૯) ગુજરાતમાં ૨૦૧૪ સુધીમાં કેટલા નાગરિકોના ખતપત્રો પ્રકાશિત કરાયા ?

>> ૩૦૫


૧૫૦) નાગરિકોનું ખતપત્ર ગુજરાતમાં ક્યાં સ્તરે જાહેર કરાયું છે ?

>>જિલ્લા સ્તરે


For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

  1. JT Marriott Philadelphia Casino & Resort, LLC v. Mgmibar | JtmHub
    The United States Court 공주 출장안마 for the Eastern District of Pennsylvania struck 양산 출장샵 down a Pennsylvania gambling 속초 출장마사지 law that had authorized it 논산 출장샵 to offer casino games for 동두천 출장샵 real

    જવાબ આપોકાઢી નાખો