અનુસુચિત જાતિના વિધાર્થીઓને ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ આપવા માટેની યોજના

SC Free Coaching Class Scheme: નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસુચિત જાતિના વિધાર્થીઓને ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ આપવા માટેની યોજના બહાર પાડવામાં આવી છે તેના વિશે તમને માહિતી આપવાના છીએ. આ યોજનાની તમામ માહિતી અને ફોર્મ તમને નીચે મળી રહેશે. 

SC (Scheduled Caste) Free Coaching Assistance Scheme For Pre Preparation

SC (Scheduled Caste) Free Coaching Assistance Scheme For Pre Preparation:


આ યોજનાનો હેતુ: 

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી/ જી.પી.એસ.સી./ સ્ટેટ કમિશન/ બેંક / એલ.આઇ.સી/ ગૌણ સેવા પસંદગી મંડળ/ જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ -૧,૨ અને ૩ ની રાજ્ય સરકાર તેમજ કેન્‍દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. યોજના શરૂ થયાનું વર્ષ : વર્ષ ૨૦૧૭-૧૮

નિયમો અને શરતો: 

વિદ્યાર્થીએ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્રારા જે વિદ્યાર્થીને ઓનલાઇન મંજુરી આપવામાં આવશે તે વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે.

સ્નાતકની પરીક્ષા ૫૦% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવી જોઇએ.

પુરુષ હોય તો મહત્તમ ૩૫ વર્ષ અને સ્ત્રી હોય તો ૪૦ વર્ષ વયમર્યાદા રહેશે.

અરજદારશ્રી અથવા અરજદારના માતા કે પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઇએ.

વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે નીચે મુજબની હોવી જોઇએ.

સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ.

સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ.

સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિન્ટ) મશીન હોવું જોઇએ.

તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ.

  • 1.મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦.
  • 2.કંપની અધિનિયમ, ૧૯૫૬
  • 3.શોપ એન્‍ડ એસ્ટાબ્લિશમેન્‍ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮).

તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે.


રજુ કરવાના ડોક્યુમેન્‍ટ: 

  1. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  2. અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  3. સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
  4. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  5. આવકનું પ્રમાણપત્ર
  6. બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  7. જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો
  8. જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર

SC (Scheduled Caste) Free Coaching Assistance Scheme For Pre Preparation:



Official Website: Click Here

Apply Online: Click Here

Application Form: Click Here


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ