National Doctor's Day : રાષ્ટ્રીય તબીબ દિવસ

Doctor's Day In Gujarati: ડોક્ટરનું મહત્વ આપણાં જીવનમાં મહત્વનુ હોય છે. દુનિયામાં અને આપણાં દેશમાં ડોક્ટરને ઘણું મહત્વ આપવામાં આવે છે. આજના સમયમાં મોટામાં મોટી બિમારીનું નિદાન ડોક્ટર કરી આપે છે અને દર્દીને એક નવું જીવનદાન આપે છે. કેટલીક જગ્યાએ આનાથી ઊલટું જોવા મળે છે પણ આપણે બધાને એકસરખા ના સમજી શકીએ. 

મિત્રો આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ છે. દર વર્ષે ૧ જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના ઉત્કૃષ્ટ ચિકિત્સક અને ભારત રત્ન પુરસ્કારથી સન્માનીત ડો. બિધાનચંદ્ર રોય, જેમણે પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી તરીકે પણ ફરજ બજાવી છે, તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ એ એક મોટી જાગૃતિ અભિયાન છે જે બધાને ડોકટરોની ભૂમિકા, મહત્વ અને જવાબદારી વિશે તેમજ તબીબી વ્યાવસાયિકોને નજીક લાવવા અને સમર્પણ સાથે તેમના વ્યવસાયની જવાબદારી નિભાવવાની તક આપે છે. આ તબીબી વ્યવસાય પ્રત્યે આદર બતાવવા માટે ડો.બીધાન ચંદ્ર રોયની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

National Doctor's Day In Gujarati



નેશનલ ડોક્ટર્સ ડે : National Doctor's Day In Gujarati:

૧૯૯૧ માં દર વર્ષે ૧ જુલાઈ ના રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરવામાં આવી હતી. ભારતના પ્રસિદ્ધ તબીબ ડો. બીધાન ચંદ્ર રોયની યાદમાં તેમની જન્મજયંતીના દિવસે આ ઉજવણી કરવામાં આવે છે. ૪ ફેબ્રુઆરી ૧૯૬૪ ના રોજ તેમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમનો જન્મ ૧ જુલાઈ ૧૮૮૨ ના રોજ બિહારમાં થયો હતો. 


રાષ્ટ્રીય ડોક્ટર દિવસ કેમ ઉજવવામાં આવે છે:

કોઈપણ વ્યક્તિ હોય તેના જીવનમાં ડોક્ટર એક અહમ ભૂમિકા ભજવતા હોય છે. એકબાજુ ડોક્ટર દરેકના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે તો બીજી બાજુ તે દર્દીઓની સારવારની જિમ્મેદારી પૂરે પૂરી રીતે નિભાવતા હોય છે. આ માટે તેમનુ સન્માન થવું એ ગર્વની વાત છે. આ ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા એક જાગરુકતા અભયાન શરૂ કરવામાં આવ્યું અને આ દિવસની ઉજવણી કરવાનું વિચાર્યું. 

કેટલીકવાર સામાન્ય અને ગરીબ લોકો બેજવાબદાર અને બિનવ્યાવસાયિક ડોકટરોના ખોટા સંગઠનમાં ફસાઈ જાય છે જે જાહેર હિંસા અને તે ડોકટરો સામે વિરોધનું કારણ બને છે. આ જાગૃતિ અભિયાન એ એક જગ્યાએ તમામ ડોકટરોને આકર્ષિત કરવાનો એક મહાન માર્ગ છે, ત્યાંથી તેમને જીવન બચાવના તબીબી વ્યવસાય પ્રત્યે જવાબદારીના માર્ગ પર લાવવામાં આવે છે. આ દિવસ તમામ વ્યાવસાયિક ડોકટરો દ્વારા ઉજવવામાં આવે છે જેમણે દર્દીઓના જીવ બચાવવા તેમના મહાન પ્રયત્નો કર્યા છે. તેમના સન્માન માટે અને તેમના પ્રયત્નો અને ભૂમિકાઓની ઉજવણી માટે ખાસ સમર્પિત છે. તેમના દર્દીઓના પ્રેમ, સ્નેહ અને અમૂલ્ય સંભાળ બદલ તેમનો આભાર માનવાનો એક દિવસ છે. 


વિવિધ દેશોમાં ડોક્ટર્સ દિવસની ઉજવણી:

ભારતની સાથે સાથે અન્ય કેટલાક દેશોમાં પણ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.
ભારતમાં ૧ જુલાઈના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બ્રાઝિલમાં ૧૮ ઓકટોબરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ક્યુબામાં ૩ ડિસેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઇરાનમાં ૨૩ઓગષ્ટ ના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમેરીકામાં ૩૦ માર્ચના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિયેતનામમાં ૨૮ ફેબ્રુઆરીના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નેપાલમાં ૪ માર્ચના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

આમ વિવિધ રીતે આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ડોક્ટરો માટેનો ખાસ દિવસ ગણવામાં આવે છે. જેમાં તેમની જિમ્મેદારીઓ તે સારી રીતે નિભાવે એ માટેના ખાસ ઉદ્દેશ્ય સાથે આ દિવસ ઉજવામાં આવે છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ